close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સ્ટાર્ટઅપ

ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સમાં ભારતની લાંબી છલાંગ, 52મા સ્થાને પહોંચ્યું

ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સ (Global Innovation Index) માં ભારતની રેકિંગ ગત વર્ષના મુકાબલે 5 ક્રમ ઉપર ચઢી છે. ગત વર્ષે ભારતની રેકિંગ 57 હતી, જે હવે સુધીને 52મી થઇ ગઇ છે. ભારતની વાત કરીએ તો સ્ટાર્ટઅપના મામલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી એકબીજાને જોરદાર પડકાર આપી રહી છે. સરકારી આંકડા અનુસાર સ્ટાર્ટઅપ ઇન્ડીયા પહેલ હેઠળ 3783 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, જ્યારે કર્ણાટક 2938 સ્ટાર્ટઅપ સાથે બીજા સ્થાન પર છે.

Jul 25, 2019, 02:22 PM IST

એચડીએફસી બેંકે સોશિયલ સેક્ટરના 25 સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી

વર્ષ 2013માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામના નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે 3 બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો. 

Jun 7, 2019, 09:33 AM IST

325 અબજ રૂપિયામાં વેચાયું ભારતનું એક નામ, જાણો આ નામમાં શું હતી ખાસિયત?

એક અંગ્રેજી કહેવત છે- What’s In A Name? એટલે કે નામમાં શું રાખ્યું છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તેને દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ 325 અરબ રૂપિયામાં ખરીદ્યું. આ નામ છે- ફ્લિપકાર્ટ (Flipkark). ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે તાજેતરમાં જ તેનું હસ્તાંતરણ કર્યું. 

Apr 17, 2019, 03:07 PM IST

સ્ટાર્ટઅપ કોમ્પિટિશનમાં આ 3 સ્ટાર્ટઅપને મળ્યા એવોર્ડ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારત દેશ ની સૌ પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, જેમાં રોજિંદા ભણતર ની સાથે સાથે વિદ્યાર્થીઓ ને એન્ટરપ્રિનીયરશીપ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, બિઝનેસ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવે છે. યુનિવર્સિટી એ તેના બે વર્ષ ના સમય દરમ્યાન વિવિધ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે. ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ સ્ટાર્ટઅપ પર અત્યારે પોતાના પ્રોજેક્ટસ બનાવી રહ્યા છે. ૦૪ આઈડિયા ને સ્ટાર્ટઅપ માટે પેટન્ટ કરાવ્યા છે. 

Mar 30, 2019, 07:37 PM IST

નોકરી અથવા બિઝનેસ, શેના માટે બન્યા છો તમે? કયો બિઝનેસ તમારા માટે છે હિટ?

દેશમાં હાલ નોકરી (Jobs)ના આંકડાને લઇને ચર્ચા તેજ છે. કેટલાક લોકોનું કહેવું છે કે નોકરીની તકો ઘટી છે, જ્યારે સરકાર કહી રહી છે કે હવે મોટી સંખ્યામાં લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. તે સત્ય છે કે જો કેટલાક લોકો પોતાનો સ્ટાર્ટઅપ (Start-up) શરૂ નહી કરો તો બીજાને નોકરી કેવી રીતે મળશે. એટલા માટે કેટલાક સાહસી લોકોએ બિઝનેસનો માર્ગ અપનાવ્યો.

Feb 19, 2019, 07:15 AM IST

આ કેફેમાં કામ કરે છે મૂક-બધિર યુવાનો, PM મોદીની આ યોજનાથી મળશે રોજગાર

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ યુવાનોને સ્વરોજગાર સાથે જોડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે આ યોજનાથી હજારો લોકોએ પોતાનો સ્વરોજગાર શરૂ કર્યો છે અને લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે.

Feb 14, 2019, 03:32 PM IST

START-UP : નવો ધંધો શરૂ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકોને મોદી સરકાર આપશે મોટી ભેટ

સરકાર સ્ટાર્ટઅપમાં રોકાણ પર ટેક્સમાંથી મળનાર છૂટની સીમાને વધારવા તથા તે સંબંધમાં વધુ સ્પષ્ટ પરિભાષા તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ તેની જાણકારી આપી છે. સરકારે ઉભરતા સાહસિકોની મદદ કરવા માટે ગત વર્ષે સ્ટાર્ટઅપને 10 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર ઇન્કમ ટેક્સમાંથી રાહત આપવાની જાહેરાત કરી હતી. આ રોકાણમાં એંજલ રોકાણકારો દ્વારા લગાવવામાં આવેલા પૈસા પણ સામેલ છે.

Feb 12, 2019, 02:35 PM IST

સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap

દિલ્હીના યુવક ઋષભ અને પૂજાએ ગધેડીના દૂધમાંથી સાબુ તૈયાર કરે છે, જે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. જે લોકો ગધેડાઓનું પાલન અને તેમના પ્રજનન સાથે સંકળાયેલા છે, પૂજા અને ઋષભ તેમની પાસેથી દૂધ ખરીદીને સાબુ તૈયાર કરે છે.

Feb 6, 2019, 06:40 AM IST

ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક યશકલગી, સ્ટાર્ટઅપ રેન્કીંગમાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે

નેતૃત્વમાં ગુજરાત ઓન ફાસ્ટટ્રેકની ગૌરવ ગાથામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસીઝ એન્ડ પ્રમોશન દ્વારા સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ગુજરાતે ૧૦૦ ટકા ગુણાંક સાથે દેશભરમાં ટોપ સ્થાન મેળવ્યું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં હાલ ૧૯૬ સ્ટાર્ટઅપને સસ્ટેનન્સ એલાઉન્સ, પ્રોડકટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ અને માર્કેટીંગ આસિસ્ટન્સની સહાય-ઇન્સ્ટેટીવ્ઝ આપવામાં આવ્યા છે. 

Dec 21, 2018, 12:42 PM IST