વિપ્રોનાં BPS એકમની આવક 1 અબજ ડોલરને આંબશે

 2020 સુધીમાં એક અબજ ડોલરની આવક મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું જે વહેલું પુરૂ થવાને આરે

વિપ્રોનાં BPS એકમની આવક 1 અબજ ડોલરને આંબશે

બેંગ્લુરૂ : વિપ્રોની બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સર્વિસિસ એક અબજ ડોલરની આવકના સ્તરે પહોંચવાની નજીક છે. કંપનીના 2020ના ટાર્ગેટને સમય પહેલાં જ પૂરો કરવાની નજીક પહોંચી ગઈ છે, કંપનીના આ એકમે છેલ્લા બે વર્ષથી દ્વિઅંકી દરે વૃદ્ધિ નોંધાવી છે. બેંગ્લુરુમાં મુખ્યમથક ધરાવતી આઇટી કંપનીએ 2015માં તેના ઓપરેશન્સ મેનેજમેન્ટ બિઝનેસને વિકસાવવાની વ્યૂહરચના અમલમાં મૂકી હતી.

તેના માટે 2020 સુધીમાં એક અબજ ડોલરની આવક મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. તેમાથી 40 ટકા બિઝનેસ-પ્રોસેસ-એઝ-અ-સર્વિસ (BPAAS)માંથી આવવાની આશા છે, વિપ્રોને આ લક્ષ્યાંક સર કરવાનો વિશ્વાસ છે, એમ કંપનીના બિઝનેસ પ્રોસેસ સર્વિસ (BPS) ગ્લોબલ હેડ તથા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નાગેન્દ્ર બંડારુએ જણાવ્યું હતું. બંડારુએ જણાવ્યું હતું કે લગભગ 40 ટકા આવક બીપીએએસ પાસેથી આવી રહી છે અને આ આવક લગભગ એક અબજ ડોલર છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ જ્યારે આ એકમ બનાવ્યું ત્યારે તેના ધ્યાનમાં ઘણા ફેરફારો હતા. તેમા ટેક્નોલોજીમાં રોકાણ અને અમલીકરણના મોરચે સુધારાનો સમાવેશ થાય છે.

છેલ્લા ક્વાર્ટરમાં બીપીએસ એકમે 24.3 કરોડ ડોલરની આવક કરી છે, એમ કંપનીની વેબસાઇટ પરની ફેક્ટ શીટ બનાવે છે. નાણાકીય વર્ષ 2015-16ના બીજા ક્વાર્ટરમાં એકમે આવકની રીતે 17.9 કરોડ ડોલરનું પ્રદાન આપ્યું છે. ટીસીએસમાં લગભગ બે અબજ ડોલરના બીપીએસ યુનિટને આકાર આપી ચૂકેલા વિપ્રોના સીઇઓ આબિદઅલી નીમુચાવાલાએ આ વ્યૂહરચના ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, એમ બંડારુએ જણાવ્યું હતું. કંપનીએ એક્વિઝિશન દ્વારા વૃદ્ધિ સાધી છે. વિપ્રોએ હેલ્થકેર ઉદ્યોગને બીપીએએએસ પ્રોવાઇડર હેલ્થપ્લાન સર્વિસિસને 46 કરોડ ડોલરમાં ખરીદી છે. તેણે આ ઉપરાંત માઇક્રોસર્વિસિસ વેટુગોમાં પણ રોકાણ કર્યું છે.

ઇનઓર્ગેનિક વૃદ્ધિ હંમેશા ઓર્ગેનિક વૃદ્ધિને ટેકો પૂરો પાડતી રહી છે. અમે બૌદ્ધિક સંપદામાં રોકાણ કરવાની તકો હંમેશા શોધતા રહીએ છીએ, એમ બંડારુએ જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં બીપીએસ ઉદ્યોગ આઇટી ઉદ્યોગ કરતાં વધારે ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. સ્વતંત્ર બીપીએસ કંપનીઓ જેવી કે જેનપેક્ટ, WNS અને EXL બધી તેમની સમકક્ષ આઇટી કંપનીઓ કરતાં વધારે ઝડપથી વિકસી છે અને આમ આ કંપનીઓએ આ સેક્ટરમાં કરેલા રોકાણનું તેમને સારું અને ઝડપથી વળતર મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news