પુનિત ગોયંકાને મળી મોટી રાહત, ZEEL મામલે SEBI ના વચગાળાના આદેશ પર SAT એ લગાવી રોક
ZEE Vs SEBI Case: ઝી એન્ટરટેઈન્મેન્ટ કેસ મામલે સિક્યુરિટીઝ અપીલેટ ટ્રિબ્યુનલથી પુનિત ગોયંકાને મોટી રાહત મળી છે. SAT એ SEBI ના વચગાળાના આદેશ પર રોક લગાવી છે. જો કે SEBI હજુ પણ આ મામલે તપાસ કરતી રહેશે.
Trending Photos
ZEE Vs SEBI Case: ઝી એન્ટરટેઈન્મેન્ટ કેસ મામલે સિક્યુરિટીઝ અપીલેટ ટ્રિબ્યુનલથી પુનિત ગોયંકાને મોટી રાહત મળી છે. SAT એ SEBI ના વચગાળાના આદેશ પર રોક લગાવી છે. જો કે SEBI હજુ પણ આ મામલે તપાસ કરતી રહેશે. SAT એ આદેશ આપ્યો છે કે પુનિત ગોયંકાએ SEBI ની તપાસમાં આગળ પણ સહયોગ કરતા રહેવું પડશે. આગળની તપાસમાં કઈક વધુ મહત્વના તથ્યો મળવા પર સેબી કાર્યવાહી કરી શકે છે. અત્રે જણાવવાનું કે સેબીએ પુનિત ગોયંકા પર તપાસના પગલે કોઈ પણ કંપનીમાં MD & CEO પદ પર બની રહેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે સેબીના આ પ્રતિબંધને પણ SAT એ ફગાવી દીધો છે.
SAT ના ઓર્ડરની કેટલીક મહત્વની વાતો...
ઝી એન્ટરટેઈન્મેન્ટ મામલે સિક્યુરિટી અપીલેટ ટ્રિબ્યુનલમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય આપવામાં આવ્યો છે. SAT એ સેબીના વચગાળાના આદેશને ફગાવી દીધો અને પુનિત ગોયંકાને સેબી તરફથી થઈ રહેલી તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ અપાયો છે. મામલામાં પહેલા સેબી તરફથી એડવોકેટ ડેરિયસ ખંબાટાએ દલીલો પૂરી કરી હતી. જેના જવાબમાં પુનિત ગોયંકાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ દલીલ કરી. ટ્રિબ્યુનલે સેબી અંગે અનેક તીખી ટિપ્પણીઓ પણ કરી. ટ્રિબ્યુનલે પૂછ્યું કે કયા આધાર પર સેબીએ 8 મહિનાની તપાસની સમય મર્યાદા નક્કી કરી છે. આ સાથે જ એમ પણ કહ્યું કે શું ભરોસો છે કે સેબી આ મામલામાં તપાસ માટે વધુ સમય નહીં માંગે.
SEBI ના ટ્રેક રેકોર્ડને જોતા આપ્યો નિર્ણય
ટ્રિબ્યુનલે કહ્યું કે સેબીનો પાછલો રેકોર્ડ છે કે તે તપાસ પૂરી કરવા માટે હંમેશા વધુ સમય માંગતી રહી છે. પછી ભલે તે ટ્રિબ્યુનલ હોય કે પછી સુપ્રીમ કોર્ટ. આવું અનેક મામલામાં થઈ ચૂક્યું છે. અદાણી અને અન્ય બીજા કેસમાં સેબીએ તપાસના સમયમાં વધારો કરાવડાવ્યો છે. આવામાં નિર્ધારિત સમયમાં તપાસ પૂરી કરવામાં સેબીની શાખ સારી નથી. ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે સમગ્ર મામલામાં એવું લાગે છે કે ઝી એન્ટરટેઈન્મેન્ટને કોઈ નુકસાન થયું નથી. ન તો આ મામલે અપીલકર્તાઓને પણ કોઈ લાભ થયો નથી. જેના પર પુનિત ગોયંકાના વકીલ સિંઘવીએ કહ્યું કે મામલો વધુમાં વધુ ફાઈનાન્શિયલ મિસ સ્ટેટમેન્ટ કે કોર્પોરેટ ગવર્નન્સનો છે. આવામાં સેબી તરફથી આટલો કઠોર આદેશ કેવી રીતે આપવામાં આવી શકે.
ZEEL ની સુનાવણી દરમિયાન SAT ની તીખી ટિપ્પણી
- કયા આધાર પર તપાસ માટે 8 મહિનાનો સમય નક્કી કર્યો.
- સમયસર તપાસ પૂરી કરવાનો સેબીનો ઈતિહાસ રહ્યો નથી.
- સેબી મોટાભાગે તપાસમાં સમય વધારવાની માંગણી કરતી હોય છે.
- સુપ્રીમ કોર્ટ સુધીની તપાસમાં સમય વધારવાની માંગણી કરી ચૂકી છે સેબી.
- એવું લાગે છે કે મામલામાં ZEEL ને કોઈ નુકસાન થયું નથી.
- ન તો આ મામલામાં અપીલકર્તાને કોઈ લાભ થયો છે.
- ડીલ સંદિગ્ધ લાગી શકે છે પરંતુ ફ્રોડ કેવી રીતે સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે