ZEEL-Invesco Case: ઇન્વેસ્કોની EGM બોલાવવાની માંગ યોગ્ય છે કે નહીં, ZEEL નો જવાબ સાંભળી બોમ્બે HC આપશે અંતિમ આદશે
કંપનીના શેરહોલ્ડરો ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ ફંડ્સ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ (Invesco Developing Market Funds અને OFI Global China Fund) એ EGM બોલાવવાની માગણી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે EGM માં પસાર કરાયેલા ઠરાવને ત્યાં સુધી સાચવી રાખવો જોઈએ જ્યાં સુધી એ નક્કી ન થાય કે EGM બોલાવવાની માંગ માન્ય છે કે નહીં
Trending Photos
ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઇનમેન્ટને પચાવી પાડવાના ઇન્વેસ્કો કેસમાં બોમ્બે હાઇકોર્ટે ZEE બોર્ડને એક્સ્ટ્રાઓર્ડનરી જનરલ મીટિંગ બોલાવવાની સલાહ આપી છે. 21 ઓક્ટોબરના બોમ્બે હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરતા ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ (Zee Entertainment Enterprises) ને EGM બોલાવવા કહ્યું છે. કંપનીના શેરહોલ્ડરો ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ ફંડ્સ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ (Invesco Developing Market Funds અને OFI Global China Fund) એ EGM બોલાવવાની માગણી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે EGM માં પસાર કરાયેલા ઠરાવને ત્યાં સુધી સાચવી રાખવો જોઈએ જ્યાં સુધી એ નક્કી ન થાય કે EGM બોલાવવાની માંગ માન્ય છે કે નહીં.
જો કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટે (બોમ્બે હાઈકોર્ટે) ઇન્વેસ્કોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પરંતુ વાસ્તવમાં EGM નું નેતૃત્વ નિવૃત્ત જજ કરશે. Zee Entertainment તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું છે કે EGM માં પસાર કરાયેલા ઠરાવો માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરીને આધિન રહેશે. કંપની આજે 22 ઓક્ટોબરના રોજ EGM ની તારીખ જણાવશે. કારણ કે, કંપની ક્યારેય કાયદા અને માનનીય કોર્ટના આદેશની વિરુદ્ધ જશે નહીં.
કેટલાક મીડિયા અહેવાલોએ તેને ઇન્વેસ્કોની જીત ગણાવી છે, કારણ કે ZEEL તેમની માંગણીઓ પર સંમતિ વ્યક્ત કરી છે, પરંતુ આવા અહેવાલો ખોટા અને પક્ષપાતી છે. નોંધનીય છે કે Zee Entertainment માં Invesco અને OFI Global China નો હિસ્સો લગભગ 18 ટકા છે. આ બંને કંપનીએ બોર્ડ પાસે 11 સપ્ટેમ્બરના રોજ માંગણી કરી હતી કે કંપનીની EGM બોલાવવામાં આવે.
સૌથી મહત્વની બાબત એ છે કે બોમ્બે હાઇકોર્ટના આદેશ મુજબ- ZEEL ની બોર્ડ મીટિંગની અધ્યક્ષતા એક તટસ્થ વ્યક્તિને કરવાની છે. તેથી, EGM નું નેતૃત્વ નિવૃત્ત જજ કરશે. EGM પછી ZEEL પરિણામને પડકારી શકે છે અને કોર્ટ મેરિટના આધારે નિર્ણય કરશે. તે નક્કી કરશે કે MIB ની મંજૂરી અને અધિકારક્ષેત્ર વગર બોર્ડમાં કોઈની નિમણૂક થઈ શકે છે. ZEE ની EGM ની તારીખ સાથે બાકીની વિગતો પર કોર્ટ આજે અંતિમ આદેશ આપશે.
તમને જણાવી દઈએ કે, ઇન્વેસ્કો ZEEL પર કંટ્રોલ કરવા માટે જીદ કરી રહ્યું છે. Invesco એ ZEEL ને રિલાયન્સ ગ્રુપ સાથે સોદો કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શેરધારકોના હિતોને ધ્યાનમાં રાખીને ZEE એ આ સોદો કરવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં, રિલાયન્સની જે કંપનીઓનું ZEE સાથે મર્જ કરવાની વાત કરવામાં આવી હતી, તેની વેલ્યુએશનમાં લગભગ 10,000 કરોડ રૂપિયાનો વધારો દર્શાવવામાં આવ્યો હતો.
ઇન્વેસ્કોએ MD અને CEO ઉપરાંત ડિરેક્ટર અશોક કુરિયન અને મનીષ ચોખાણીને દૂર કરવા માટે EGM બોલાવી હતી. જો કે, કુરિયન અને ચોખાનીએ પહેલેથી જ તેમના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે ઇન્વેસ્કો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને "નિષ્ફળ" બનાવવામાં આવ્યો છે. ઇન્વેસ્કોએ બોર્ડમાં છ નવા ડિરેક્ટરોની નિયુક્તિની માંગી છે, જેમાં સુરેન્દ્ર સિંહ સિરોહી, નૈના કૃષ્ણ મૂર્તિ, રોહન ધમિજા, અરુણા શર્મા, શ્રીનિવાસ રાવ અડેપલ્લી અને ગૌરવ મહેતાનો સમાવેશ થાય છે. જો કે, તે બધાને એન્ટરટેઇનમેન્ટ અથવા મીડિયા ઉદ્યોગ સાથે કોઈ લેવાદેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે