T20 World Cup સૌથી શરમજનક રેકોર્ડ બનતા રહી ગયો, આ ખેલાડીએ બચાવી ટીમની લાજ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) કપનો રોમાંચ માથે ચઢીને બોલી રહ્યો છે. ભલે પછી સુપર-12 મેત શરૂ પણ ન થઈ હોય, પરંતુ રાઉન્ડ-1 માં કેટલાક આશ્ચર્યજનક પરફોર્મન્સ સામે આવી રહ્યા છે

T20 World Cup સૌથી શરમજનક રેકોર્ડ બનતા રહી ગયો, આ ખેલાડીએ બચાવી ટીમની લાજ

નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) કપનો રોમાંચ માથે ચઢીને બોલી રહ્યો છે. ભલે પછી સુપર-12 મેત શરૂ પણ ન થઈ હોય, પરંતુ રાઉન્ડ-1 માં કેટલાક આશ્ચર્યજનક પરફોર્મન્સ સામે આવી રહ્યા છે.

બાંગ્લાદેશે બતાવ્યો દમ
બાંગ્લાદેશ (Bangladesh) એ રાઉન્ડ-1 મેચમાં પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) ના પરસેવા છોડાવી દીધો હતો. બાંગ્લા ટાઇગર્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યા હતા, કેપ્ટન મોહમ્મદુલ્લાહ (Mahmudullah) એ શાનદાર 50 રન અને શાકિબ અલ હસન (Shakib Al Hasan) એ 46 રન બનાવ્યા હતા.

PNG નો છૂટી ગયો પરસેવો
ત્યારબાદ બાંગ્લાદેશ (Bangladesh) ના બોલરો સામે PNG નો પરસેવો છૂટી ગયો હતો. 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) ની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. આ ટીમના 7 બેટ્સમેન માત્ર 29 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા હતા. 

બની જતો T20 WC નો ન્યૂનતમ સ્કોર
એક સમયે એવું લાગતું હતું કે પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) ટી 20 વર્લ્ડકપ (T20 World Cup) ના ઇતિહાસમાં સૌથી ટૂંકા સ્કોર માટે શરમજનક રેકોર્ડ બનાવવાની નજીક છે, પરંતુ પછી કિપ્લિન ડોરિગા (Kiplin Doriga) એ 34 બોલમાં 46 રનની નાબાદ બેટિંગ કરી પીએનજી (PNG) ને શરમજનક સ્કોર બનાવવાથી બચાવી લીધી.

T20 WC નો ન્યૂનતમ સ્કોર
નેધરલેન્ડ- શ્રીલંકાએ 39 રન બનાવ્યા (2014)
ન્યૂઝીલેન્ડ- શ્રીલંકાએ 60 રન બનાવ્યા (2014)
આયર્લેન્ડ- વેસ્ટ ઇન્ડીઝે 68 રન બનાવ્યા (2010)
હોંગકોંગ- નેપાળે 69 રન બનાવ્યા (2014)
બાંગ્લાદેશ- ન્યૂઝીલેન્ડે 70 રન બનાવ્યા (2016)

સુપર-12 માં બાંગ્લાદેશ
પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) આખરે 19.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ (Bangladesh) એ આ મેચ 84 રનના વિશાળ અંતરથી જીતી હતી અને આ સાથે તેઓએ 4 પોઇન્ટ સાથે સુપર-12 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news