PHOTOS આમિરની પુત્રી સાથેની 'આ' તસવીર જોઈ લોકો ભડક્યા, કહ્યું-'અલ્લાહથી તો ડરો'

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આમ તો વિવાદથી દૂર રહે છે પંરતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ટ્રોલ થયો છે.

PHOTOS આમિરની પુત્રી સાથેની 'આ' તસવીર જોઈ લોકો ભડક્યા, કહ્યું-'અલ્લાહથી તો ડરો'

મુંબઈ: મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આમ તો વિવાદથી દૂર રહે છે પંરતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ટ્રોલ થયો છે. તેણે પુત્રી ઈરા સાથે ફેસબુક એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેને લઈને લોકોએ અશ્લીલ અને અભદ્ર કોમેન્ટ કરી છે. વાત જાણે એમ છે કે આમિરે તેની પુત્રી ઈરા ખાન સાથે સ્પોર્ટી મૂડમાં એક તસવીર શેર કરી. પિતા-પુત્રી બંને પાર્કમાં રમતા અને મસ્તી કરતા નજરે ચડી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને આ તસવીર કઈ ખાસ પસંદ આવી નહીં.

આમિર અને પુત્રી ઈરાની આ તસવીરને જોઈને લોકો ભડકી ગયાં. ટ્રોલર્સે તસવીર નીચે અશ્લીલ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી. તેમનું કહેવું છે કે રમજાનના પવિત્ર માસમાં એક્ટરે આ તસવીર પોસ્ટ કરવી જોઈતી નહતી. અનેક યૂઝર્સે પિતા-પુત્રીના બોન્ડ પર અશ્લીલ અને અભદ્ર કોમેન્ટ કરવા લાગ્યાં.

એક યૂઝરે લખ્યું કે આમિર સર રમજાનનું તો ધ્યાન રાખો. તે તમારી પુત્રી છે. તેણે રમજાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઈએ. બીજાએ લખ્યું કે આ રમજાન મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ છો તો કઈંક તો શરમ કરો. અનેક લોકો એવા પણ છે જેમણે આલોચકોની બોલતી બંધ કરી દીધી અને આમિરની તસવીરનો બચાવ પણ કર્યો.

અત્રે જણાવવાનું કે આમિર ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ કયામત સે કયામત તકના ડાઈરેક્ટર મંસૂર ખાનના 60માં બર્થડે સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી છે. જેમાંથી એક તસવીરમાં આમિરે પુત્રી સાથે જોવા મળી રહ્યો છે.

Image may contain: 1 person, smiling, sitting, grass, tree, outdoor and nature

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news