રણબીરે આખરે સ્વીકાર્યો આલિયા સાથેનો પ્રેમસંબંધ, કહ્યું કે...

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે અફેરની બહુ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે

રણબીરે આખરે સ્વીકાર્યો આલિયા સાથેનો પ્રેમસંબંધ, કહ્યું કે...

મુંબઈ :  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે અફેરની બહુ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે બંનેએ ક્યારેય આ વાતનો સ્વીકાર નથી કર્યો  અને સાથેસાથે નકારી પણ નથી. હાલમાં રણબીર અને આલિયા 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરી રહ્યા છે અને આના શૂટિંગ વખતે જ બંને એકબીજાની નજીક આવ્યા હોવાની ચર્ચા છે. 

હાલમાં જ્યારે એક મેગેઝિનના ઇ્ન્ટરવ્યૂમાં રણબીરને તેના અને આલિયાના સંબંધો વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે વાત કરવા માટે હજું 'બહુ નવું' છે.  થોડા સમય પહેલા આલિયાને એક ઇન્ટરવ્યુ દરમ્યાન પુછવામાં આવ્યું તો તેણે રણબીર માટે તેને ક્રશ હોવાનું જણાવ્યું હતું અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. તો રણબીરને પણ આ અંગે પુછવામાં આવતા તેણે આલિયા તેમને પસંદ હોવાનું સ્વિકાર્યું હતું. જોકે પોતાના લેટેસ્ટ નિવેદનથી રણબીરે આડકતરી રીતે તેના અને આલિયાના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. 

નોંધનીય છે કે 35 વર્ષના રણવીર કપૂરે જણાવ્યુ કે અત્યાર સુધી તેની 10થી ઓછી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. રણવીરે કહ્યું આ મામલે હું હજુ ઘણો પાછળ છું કારણ કે મારી તો અત્યાર સુધી 10થી પણ ઓછી ગર્લફ્રેન્ડ છે  રણવીરે આગળ કહ્યું મને પ્રેમ કરવાનું પસંદ છે, હું રોમેન્ટિક પણ છું પરંતુ હું ઠરકી નથી. રણવીરને રોમેન્ટિક ફિલ્મો કરવાનું પસંદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news