Bollywood: શરૂ થઈ ગયું આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજા'નું શૂટિંગ

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ મૂવી મહારાજાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શૂટિંગના પ્રથમ દિવસે જુનૈદની નાની બહેન ઇરા ખાને એક સુંદર તસવીર અને મેસેજની સાથે વિશ કર્યું છે. 
 

Bollywood: શરૂ થઈ ગયું આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજા'નું શૂટિંગ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) નો પુત્ર જુનૈદ ખાન પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ 'મહારાજા'નું શૂટિંગ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. જુનૈદ છેલ્લા ઘણા સમયથી થિએટર કરી રહ્યો હતો અને આજે પ્રથમવાર કેમેરાનો સામનો કરશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે જેમાં જુનૈદ ગુજરાતના પત્રકાર અને સમાજ સુધારક કરસનદાર મુળજીની ભૂમિકા નિભાવી રહ્યો છે. 

શૂટિંગ પહેલા જુનૈદની બહેન ઇરા ખાને પણ તેને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતા શુભેચ્છા આપી છે. પોતાની પોસ્ટમાં ઇરાએ લખ્યું, 'જુન્નૂ, આ તેનો પ્રથમ પ્લે કે પ્રથમ શો કે અમારી સાથે પ્રથમ પ્લે નહતો પરંતુ આજે તેની શૂટિંગનો પ્રથમ દિવસ છે. અને મને આ તસવીર ખુબ પસંદ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટિંગમાં છે પરંતુ છતાં મારા માટે નવુ છે. તેણે મારા પ્લેમાં પણ કામ કર્યું છે તો હું તેનાથી ઉપર છું... પરંતુ કોઈ વસ્તુ કરતા હું તેની નાની બહેન છું.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

પોતાની પોસ્ટમાં ઇરાએ આગળ લખ્યું, તેનું પ્રોફેશનાલિઝમ શાનદાર છે. હું તે માટે ખુબ ઉત્સાહિત છું અને તેને ક્યારેય પાછળ છુટતો જોવા ઈચ્છતી નથી અને તે બધાને તેની પ્રોપરનેસથી પરેશાન કરવા ઈચ્છુ છું. (તેણે મને ફિલ્મ વિશે કંઈ જણાવવાનો ઇનકાર કર્યો છે). 

આ વચ્ચે સમાચાર છે કે ફિલ્મ માટે મુંબઈના વિજય નગરમાં એક મોટો સેટ બનાવવામાં આવ્યો છે. ફિલ્મ મહારાજામાં જુનૈદ સિવાય અર્જુન રેડ્ડી જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચુકેલ અભિનેત્રી શાલિની પાંડે, શરવરી વાઘ અને જયદીપ અહલાવત જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ પી મલ્હોત્રા ડાયરેક્ટ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news