પ્રધાનમંત્રીને લાંચ આપવા આવ્યા Abhishek Bachchan, રિલીઝ થયું Big Bull નું દમદાર ટ્રેલર

સ્ટોક માર્કેટની દુનિયનો સૌથી મોટો ગોટાળો હતો 'હર્ષદ મહેતા કાંડ (Harshad Mehta 1992 Scam). તેના પર એક વેબ સીરીઝ તો આવી ગઇ છે. પરંતુ હવે આ વિષય પર ફિલ્મ પણ બની ચોકી છે. 'ધ બિગ બુલ'નું ટ્રેલર (The Big Bull Trailer) શુક્રવારે રિલીઝ થઇ ગયું છે.

પ્રધાનમંત્રીને લાંચ આપવા આવ્યા Abhishek Bachchan, રિલીઝ થયું Big Bull નું દમદાર ટ્રેલર

નવી દિલ્હી: સ્ટોક માર્કેટની દુનિયનો સૌથી મોટો ગોટાળો હતો 'હર્ષદ મહેતા કાંડ (Harshad Mehta 1992 Scam). તેના પર એક વેબ સીરીઝ તો આવી ગઇ છે. પરંતુ હવે આ વિષય પર ફિલ્મ પણ બની ચોકી છે. 'ધ બિગ બુલ'નું ટ્રેલર (The Big Bull Trailer) શુક્રવારે રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમનો અંદાજ લોકોને ખૂબ ગમી રહ્યો છે. તો બીજી તરફ ઇલિયાના ડિક્રૂઝ પણ લાંબા સમય બાદ પડદા પર જોવા મળી રહી છે.

ખાસ છે ટ્રેલર
ટ્રેલરના ઓપનિંગ સીક્વેંસમાં જ એક ડાયલોગ છે- આ દેશમાં આપણે કંઇપણ કરી શકીએ છીએ. બસ એક રૂલ છે કે પકડાઇ ન શકીએ. હર્ષદ મહેતાની એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મનો એક જ મૂળ મંત્ર છે. ટ્રેલરને જો તમને ફરી એકવાર ફિલ્મ ગુરૂની યાદ જરૂર આવી જશે. ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં કેરી મિનાટીનું ગીત 'યલગાર'ને સાંભળી શકાશે. ત્રણ મિનિટના આ ટ્રેલરમાં અભિષેક બચ્ચન, ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) અને સૌરભ શુક્લા (Saurabh Shukla) જેવા એક્ટર્સ પોતાનો દમ બતાવતા જોવા મળી રહ્યા છે. 

વેબ સીરીઝ સાથે થઇ શકે છે તુલના
'ધ બિગ બુલ'માં ઇલિયાના ડીક્રૂઝ તે પત્રકારને ભૂમિકામાં છે, જેમણે હર્ષદ મહેતા કાંડનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત ટ્રેલરમાં નિકિત દત્તા (Nikita Dutta), સૌરભ શુક્લા, મહેશ માંજરેકર (Mahesh Manjrekar), સોહમ શાહ (Soham Shah), રામ કપૂર (Ram Kapoor) અને સુપ્રિયા પાઠક (Supriya Pathak) ની પણ ઝલક જોવા મળે છે. 'ધ બિગ બુલ'ને કૂકી ગુલાટીએ ડાયરેક્ટ કરી છે. અજય દેવગણ નાંદ પંડિત, કુમાર મંગત પાઠક અને વિક્રાંત શર્મા તેના પ્રોડ્યુસર છ્હે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર  (Disney Hotstar) પર 8 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થશે. થોડા દિવસો પહેલાં આ વિષય પર એક વેબ સીરીઝ 'સ્કેમ 1992' પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે એવામાં 'ધ બિગ બુલ'ની તુલના આ વેબ સીરીઝ સાથે પણ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news