આ અભિનેત્રીએ સાડી પહેરીને Beach પર કરી એવી હરકત, VIDEO જોઈને આંખો પહોળી થઈ જશે

બોલીવુડ અભિનેત્રી અદા શર્મા આજકાલ પોતાની તસવીરો અને વીડિયોના કારણે ખુબ ચર્ચામાં છે. હાલમાં જ અદાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે સાડી પહેરીને બીચ પર કલાબાજી કરતી જોવા મળી રહી છે. અદાનો આ સ્ટંટ વીડિયો ખરેખર જોવા લાયક છે. અત્રે જણાવવાનું કે અદા પોતાની હાલમાં આવેલી વેબ સિરીઝ 'પતિ પત્ની ઔર પંગા'ને લઈને પણ ચર્ચામાં છે. 
આ અભિનેત્રીએ સાડી પહેરીને Beach પર કરી એવી હરકત, VIDEO જોઈને આંખો પહોળી થઈ જશે

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી અદા શર્મા આજકાલ પોતાની તસવીરો અને વીડિયોના કારણે ખુબ ચર્ચામાં છે. હાલમાં જ અદાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે સાડી પહેરીને બીચ પર કલાબાજી કરતી જોવા મળી રહી છે. અદાનો આ સ્ટંટ વીડિયો ખરેખર જોવા લાયક છે. અત્રે જણાવવાનું કે અદા પોતાની હાલમાં આવેલી વેબ સિરીઝ 'પતિ પત્ની ઔર પંગા'ને લઈને પણ ચર્ચામાં છે. 

પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી સનસની મચાવી દેનારી અભિનેત્રી અદાએ આ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે અને લોકો તેના આ પાત્રને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. આ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ MX Player પર વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. 

હાલ તો અદા પોતાના સાડીમાં કરતબ બતાવતા વીડિયોના કારણે પણ ખુબ ચર્ચામાં છે. તેણે પીંક કલરની સાડીમાં જે કરતબ કરી બતાવ્યો તે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ છે. અદાએ આ વીડિયો સોશિયલ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કરિયરની વાત કરીએ તો અદા છેલ્લે ફિલ્મ સોલસાથીમાં જોવા મળી હતી. તેણે બોલીવુડમાં ડેબ્યુ 2008માં આવેલી ફિલ્મ 1920થી કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news