બહાર આવીશ એટલે તને જોઈ લઈશ..... કોર્ટમાં આદિલે આપી ધમકી, રાખી સાવંતનો દાવો

Rakhi Sawant: કોર્ટની બહાર આવીને રાખી સાવંતે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો છે કે આદિલે તેને કોર્ટની અંદર ખુલ્લમખુલ્લા ધમકી આપી છે.

બહાર આવીશ એટલે તને જોઈ લઈશ..... કોર્ટમાં આદિલે આપી ધમકી, રાખી સાવંતનો દાવો

Rakhi Sawant: બોલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છવાયેલી છે. 5 ફેબ્રુઆરી 2023 ના રોજ આ રાખીએ પોતાના પતિ આદિલ વિરુદ્ધ મારપીટ, દહેજ અને છેતરપિંડી કરવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસે આદિલને 12 દિવસની કસ્ટડીમાં લીધો હતો. 20 ફેબ્રુઆરીએ આદિલની પોલીસ કસ્ટડી પૂરી થઈ પરંતુ કોર્ટમાં રજૂ કર્યા પછી આદિલને ફરીથી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટની બહાર આવીને રાખી સાવંતે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો છે કે આદિલે તેને કોર્ટની અંદર ખુલ્લમખુલ્લા ધમકી આપી છે.

આ પણ વાંચો:

મીડિયા સાથે વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે આદિલે કોર્ટની અંદર એટીટ્યુડ દેખાડીને ધમકી આપી. રાખી સાવંતનું કહેવું છે કે આદિને તેને એવું કહ્યું કે તે જેલમાં મોટા મોટા ડોનને મળી ચૂક્યો છે અને તે બહાર આવશે ત્યારે રાખી સાવંતને જોઈ લેશે. તેણી આગળ ઉમેર્યું હતું કે આ દિલે તેને ગુસ્સાથી કહ્યું કે અહીં તેને વાસણ ધોવા પડે છે, લોકો માટે ચા બનાવવી પડે છે, તેની સાથે જેલમાં ખરાબ વર્તન થાય છે.. આ બધું જ તેના કારણે છે અને તે બહાર આવીને રાખીને જોઈ લેશે.

જોકે બીજી તરફ આદિલ ખાનના વકીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આદિલને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે એને તેના વિરુદ્ધ જેટલા પણ આ રોગ છે તે બધા આધારહીન છે. પોલીસ ટૂંક સમયમાં તેને મૈસુર લઈ જશે કારણ કે મૈસુરમાં આદિલ ખાન વિરુદ્ધ એક બળાત્કારનો કેસ નોંધાયો છે. 24 ફેબ્રુઆરીના રોજ મૈસુર કોર્ટમાં આદિલ ખાનની સુનવણી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news