બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું શુટિંગ ફરી અટવાયું.... હવે બાકીનું શુટિંગ કરાશે હૈદરાબાદમાં

કોરોના મહામારીમાં (corona pandemic) દેશની મોટા ભાગની ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry) પણ બાકી રહી નથી. મહારાષ્ટ્રમાં (maharashtra) ફિલ્મોના શુટિંગ પર પ્રતિબંધ ફરમાવી દેવાતા હવે ફિલ્મ મેકર્સને રાજ્યની બહાર શુટિંગ કરવું પડી રહ્યુ છે

બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું શુટિંગ ફરી અટવાયું.... હવે બાકીનું શુટિંગ કરાશે હૈદરાબાદમાં

મુંબઇ: કોરોના મહામારીમાં (corona pandemic) દેશની મોટા ભાગની ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry) પણ બાકી રહી નથી. મહારાષ્ટ્રમાં (maharashtra) ફિલ્મોના શુટિંગ પર પ્રતિબંધ ફરમાવી દેવાતા હવે ફિલ્મ મેકર્સને રાજ્યની બહાર શુટિંગ કરવું પડી રહ્યુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં ખરાબ થતી સ્થિતિને ધ્યાનમાં રાખી આદિપુરૂષના (adipurush) મેકર્સે પણ હૈદરાબાદમાં શુટિંગ કરવાનું પ્લાનિગ કર્યું છે.

આદિપુરૂષનું હવે હૈદરાબાદમાં શુટિંગ
એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝની જાણકારી મુજબ ડિરેકટર ઓમ રાઉતે 'આદિપુરૂષ' ફિલ્મનું શુટિંગ હવે મુંબઈના બદલે હૈદરાબાદમાં કરવામાં આવશે. ઓમ રાઉતે હૈદરાબાદમાં શુટિંગ લોકેશન નક્કી કરી દીધું છે. ફિલ્મનું શુટિંગ કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે કરવામાં આવશે. જો બધુ પ્લાનિંગ પ્રમાણે થશે તો 15મેથી કલાકારો ફરી આદિપુરૂષનું શુટિંગ શરૂ કરી દેશે.

આદિપુરૂષને નડ્યું કોરોનાનું ગ્રહણ
હજી આદિપુરૂષની ટીમનું 90 દિવસનું શુટિંગ બાકી છે. ફિલ્મ નિર્માતાઓ સાથે મળીને હૈદરાબાદમાં શુટિંગ લોકેશન નક્કી કરી દેવાયું છે. હવે આગળનું શુટિંગ હૈદરાબાદમાં કરવામાં આવશે. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ સ્ટુડિયોમાં કરવામાં આવશે ત્યારબાદ VFXનો ઉપયોગ કરવામાં આવશે. આદિપુરૂષનું શુટિંગ વારંવાર અટવાઈ જતા સ્ટારકાસ્ટ સહિત અન્ય ક્રૂ મેમ્બરની ચિંતા વધી ગઈ છે. શુટિંગ સમયસર કઈ રીતે પૂર્ણ કરવું તેનું પ્લાનિંગ કરવામાં આવી...

રામાયણ પર બેઝ્ડ છે આદિપુરૂષની કહાની
આદિપુરૂષની વાર્તા મહાગાથા 'રામાયણ' પર આધારિત છે, આદિપુરૂષમાં ભગવાન રામના અભિનયમાં પ્રભાસ જોવા મળશે તો લંકેશના રોલમાં સૈફ અલી ખાન જોવા મળશે.. ક્રિતિ સેનના માતા સીતાના પાત્રમાં તો લક્ષ્મણના પાત્રમાં સનીસિંહ જોવા મળશે.

આદિપુરૂષની કાસ્ટિંગ
આદિપુરૂષ એક ફેન્ટસી ડ્રામા ફિલ્મ છે, જેના પર ડિરેકટર ઓમ રાઉત કામ કરી રહ્યા છે. આ ફિલ્મને હિન્દી અને તેલુગુ ભાષામાં રિલિઝ કરવાનું પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મને તે ઉપરાંત તમિલ, મલયાલમ અને કન્ન્ડ ભાષામાં ડબ કરાશે. ફિલ્મમાં મુખ્ય અભિનેતામાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને તેમાં ક્રિતિ સેનન જોવા મળશે. પ્રભાસ સામે ખલનાયકની ભૂમિકામાં સૈફ અલી ખાનનો દમદાર રોલ જોવા મળશે..

મહત્વનું છે કે બાહુબલી અને બાહુબલી-2 બાદ પ્રભાસની સમગ્ર ભારતમાં ફેન ફોલઈંગ ખૂબ વધી ગઈ છે તેવામાં મચ અવેઈટેડ બિગ બજેટ ફિલ્મ પ્રત્યે દર્શકોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેવામાં ગત વર્ષે લૉકડાઉન અને ચાલુ વર્ષે શુટિંગની પરવાનગી ન હોવાના કારણે આદિપુરૂષ ફિલ્મના મેકર્સને ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news