શું 4 વર્ષના પુત્રને હોટલમાં છોડીને જતી રહી છે શ્વેતા? અભિનવના આરોપ પર અભિનેત્રીએ આપ્યો જવાબ

તેના એક્સ હસબન્ડનો આરોપ છે કે શ્વેતા તિવારી તેના 4 વર્ષના પુત્રને હોટલમાં છોડીને સાઉથ આફ્રીકા જતી રહી છે. શ્વેતાએ હવે આ આરોપો પર જવાબ આપ્યો છે. તેણે જણાવ્યું કે તેનો પુત્ર ક્યાં છે

Updated By: May 9, 2021, 11:34 AM IST
શું 4 વર્ષના પુત્રને હોટલમાં છોડીને જતી રહી છે શ્વેતા? અભિનવના આરોપ પર અભિનેત્રીએ આપ્યો જવાબ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: અભિનેત્રી શ્વેતા તિવારી અને તેના એક્સ હસબન્ડ અભિનવ કોહલી  વચ્ચે તેમના પુત્રને લઈને થનારી ખેંચતાણ છાશવારે ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનવ કોહલીએ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અપલોડ કરતા આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તિવારી તેમના પુત્રને હોટલમાં એકલો છોડીને જતી રહી છે. અભિનવે ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી અને હવે આ અંગે શ્વેતાએ જવાબ આપ્યો છે. 

શ્વેતા તિવારીએ આપ્યો આરોપો પર જવાબ
બોલીવુડ બબલ સાથે વાતચીતમાં શ્વેતા તિવારીએ જણાવ્યું કે મે ફોન કરીને અભિનવ  કોહલીને જણાવ્યું હતું કે હું કેપ ટાઉન જઈ રહી છું અને રેયાંશ પરિવાર સાથે સુરક્ષિત છે. મારી માતા, મારા સંબંધીઓ અને પલક તેની દેખભાળ કરવા માટે હાજર છે. આ ઉપરાંત હું મારા શૂટ વચ્ચે રેયાંશ સાથે વાતચીત કરતી રહીશ. મેં અભિનવ કોહલીને આ બધુ જ જણાવ્યું હતું અને આમ છતાં તેણે જે વીડિયો પોસ્ટ કર્યા તે જોઈને હું સ્તબ્ધ હતી. 

રોજ એક કલાકપુત્ર સાથે થાય છે વાતચીત
શ્વેતાએ કહ્યું કે હું ખરેખર તેની પાછળનો એજન્ડા સમજી શકતી નથી, હાઈકોર્ટના આદેશ મુજબ તે એક પણ દિવસ મિસ કર્યા વગર દરરોજ લગભગ એક કલાક સુધી ફોન પર રેયાંશ સાથે વાત કરે છે. ઈમાનદારીથી  કહું તો હાઈકોર્ટના આદેશ મુજબ તેને ફક્ત અડધો કલાક વાત કરવાની જ મંજૂરી છે પરંતુ તે ઘણી વાર સુધી વાત કરતો રહે છે પરંતુ અમે તેને ક્યારેય રોકતા નથી. 

રેયાંશને સાથે લઈ જવા માંગતી હતી શ્વેતા
અભિનેત્રીએ કહ્યું કે આમ છતાં તે એવી વાતનો દાવો કરે છે કે તેનું બાળક ક્યાં છે અને તે કેવો છે તે તેને ખબર નથી. અભિનેત્રીએ કહ્યું કે તે ઈચ્છતી હતી કે રેયાંશ અને તેની નૈનીને તે પોતાની સાથે સાઉથ આફ્રિકા લઈ જાત પરંતુ અભિનવ વ્યવસ્થાઓને લઈને સહમત નહતો. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે તેના પુત્રની સુરક્ષા માટે દરેક પગલું ઉઠાવ્યું છે અને અભિનવ એવો વ્યક્તિ છે જે તેમા જરાય યોગદાન આપતો નથી.

Rashami Desai નો શોર્ટ સ્કર્ટમાં ડાંસ જોઈ ફેન્સે કહ્યું આમા બધું દેખાય છે! આ પહેલાં કેમેરા સામે બદલ્યાં હતા કપડાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube