પાલઘર મોબ લિંચિંગ પર બોલ્યા ફરાન અને જાવેદ અખ્તર, જાણો શું કહ્યું

મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલી ત્રણ હત્યાના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. જાવેદ અને ફરાન અખ્તરે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. 

પાલઘર મોબ લિંચિંગ પર બોલ્યા ફરાન અને જાવેદ અખ્તર, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘર  (Palghar)માં બે સંતો અને તેના એક ડ્રાઇવરની હત્યા થવા પર નારાજગી વ્યક્ત કરતા જાવેદ અખ્તર (Javed Akhtar)એ આકરા શબ્દોમાં નિંદા કરીને હિંસાનો વિરોધ કર્યો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું, 'જે લોકો બે સાધુઓ અને તેના ચાલકની લિંચિંગ માટે જવાબદાર છે, તેને કોઈપણ કિંમતે છોડવા જોઈએ નહીં. સભ્ય સમાજમાં બર્બર અને જધન્ય ગુના માટે કોઈપણ પ્રકારની સહનશીલતા હોવી જોઈએ નહીં.'

— Javed Akhtar (@Javedakhtarjadu) April 20, 2020

મહત્વનું છે કે આ પહેલા ફરહાન અખ્તરે (Farhan Akhtar) આ મામલામાં એક ટ્વીટ કરતા લખ્યું હતું 'પાલઘરમાં ત્રણ લોકોની હત્યાની હું કઠોર શબ્દોમાં નિંદા કરુ છું. મોબ રૂલ માટે સોસાયટીમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. હું આશા કરુ છું કે ત્રણ લોકોની હત્યા કરનાર આ લોકો પકડાય જાય જેથી ન્યાય મળે.'

— Farhan Akhtar (@FarOutAkhtar) April 19, 2020

મહત્વનું છે કે, આ ઘટના ત્યાર બની જ્યારે ગુરૂવારની રાત્રે ત્રણ વ્યક્તિ મુંબઈથી કાંદીવલી કારમાં સવાર થઈને ગુજરાતના સુરત જઈ રહ્યાં હતા. આ દરમિયાન પાલઘર જિલ્લામાં ભીડે તેમને ચોર સમજીને વાહન રોક્યું અને તેમની મારી-મારીને હત્યા કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news