હત્યા

ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ

શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.

Aug 14, 2020, 11:28 PM IST

મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો આરોપી ઝડપાયો

મહેસાણામાં 16 વર્ષ પહેલા 4 હત્યા થઈ હતી. આ કેસમાં હવે ATSએ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી મંદિરમાં લૂંટ કરી હત્યા નિપજાપી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ગોવિંદ સિંહ યાદવ છે. 

Aug 13, 2020, 11:42 PM IST

અમદાવાદના નિકોલમાં એક અપંગની હત્યા, આરોપીઓએ લાશને માટીના ઢગલામાં દાટી દીધી

નિકોલ મનમોહન ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મૃત્યુ પામનાર વિકલાંગ મંગા પટણીની હત્યા કરી લાશને માટીના ઢગલાં છુપાવી દેવામાં આવી હતી. 
 

Aug 13, 2020, 09:07 PM IST

અમદાવાદમાં દિલધડક ક્રાઈમ, દિવ્યાંગ મિત્રને મારીને લાશ ઘર નજીકના મેદાનમાં દાટી દીધી

મોડી રાત સુધી મંગો પરત આવ્યો ન હતો. પરિવારે મંગાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે એપાર્ટમેન્ટ નજીકના ખુલ્લા મેદાનમાં મંગાની ટ્રાઈસિકલ મળી આવી હતી. મંગો પણ આસપાસ હશે તેવુ વિચારીને પરિવારે મેદાનમાં વધુ શોધખોળ કરી હતી

Aug 13, 2020, 02:14 PM IST

રાજકોટ: પોલીસે ઘાતક હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા, જાણો શું હતો હત્યાનો પ્લાન

રાજકોટમાં બે શખ્સો હત્યાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંન્ને શખ્સો પોરબંદર હાઇ વે પરથી રાજકોટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

Aug 12, 2020, 11:21 PM IST

સંબંધનો કરૂણ અંજામ: માતાનો પુત્રના મિત્ર સાથે પ્રેમ, પ્રેમમાં નડતરરૂપ યુવકની હત્યા

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.

Aug 11, 2020, 10:41 AM IST

સુરત: બહેનનાં પ્રેમીને યુવકે જાહેરમાં રહેંસી નાખ્યો, દ્રશ્યો CCTVમાં થયા કેદ

શહેરમાં ડીંડોલી વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં પ્રેમસંબંધમાં એક ખુન થયાની ચકચારી ઘટના બનવા પામી છે. યુવતીનાં ભાઇએ જ પોતાના મિત્રો સાથે મળીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્યો હતો. જ્યારે આ ઘટના ગત્ત મોડી રાત્રે બની હતી. જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે. સમગ્ર ઘટનાના વિચલિત કરતા દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં લાઇવ કેદ થયા છે. 

Aug 9, 2020, 11:02 PM IST

અમદાવાદ: જુગારના અડ્ડા પર દરોડાથી નાસભાગ, આધેડનું મોત નિપજતા હોબાળો

અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ સવાલોનાં ઘેરામાં આવી ચુક્યા છે. પોલીસે રેડ કરતા દોડધામમાં 45 વર્ષીય મંગલસિંહ વાઘેલાનું મોત થયું હોવાનાં આરોપ સાથે પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જો આખરે પોલીસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોવાનું આશ્વાસન મળતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. 

Aug 9, 2020, 08:47 PM IST

હત્યારા પિતાનો વલોપાત: જે માગે તે પુત્રીને આપ્યું, ઘરનું પાણી પીવાની ના પાડી અને...

ગઇકાલે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઇ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવતા જણાવ્યું કે, મારી દિકરી જે માંગતી તે હું લાવી આપતો હતો. જો કે છેલ્લે તેણે કહ્યું કે, આ ઘરનું પાણી પણ હું નહી પીવ. આ શબ્દો સાંભળીને મને ખુબ જ ગુસ્સો ચડ્યો અને તેને ઘોકો મારી દીધો.

Aug 7, 2020, 10:59 PM IST

અમેરિકામાં ભારતીય મુળનાં રિસર્ચરની હત્યા, શંકાસ્પદ આરોપીની ધરપકડ

અમેરિકાના હ્યુસ્ટન ભારતીય મુળનાં રિસર્ચર શર્મિષ્ઠા સેનની (43) હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શર્મિષ્ઠા હત્યા 1 ઓગષ્ટનાં રોજ તે સમયે કરવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાનાં ઘરેથી થોડે દુર આવેલ ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા. શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા. 

Aug 4, 2020, 11:01 PM IST

મહેસાણા: તારંગા હીલ પર 3 વર્ષનાં બાળક સહિત મહિલા અને પુરૂષે આત્મહત્યા કરી

સતલાસણા તાલુકાના તારંગા ડુંગર નજીક પરિણીતાએ 3 વર્ષના દીકરા અને પ્રેમી સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ખેરાલુ તાલુકાના પ્રેમી પંખીડાએ આજે રીક્ષામાં તારંગા ડુંગર પહોંચ્યા હતા. ત્યાર બાદ દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ મુદ્દે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Jul 30, 2020, 11:51 PM IST

સુરત: સાળાના ઝગડામાં વચ્ચે પડેલ બનેવીની ચપ્પુના ઘા ઝીકી હત્યા, 3 ઝડપાયા

સિંગણપોર લીંક રોડ પર ખોડીયાર ગેરેજ પાસે સાળાને ચાર યુવાનો માર માર્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડેલા બનેવીને હુમલાખોરોએ ઢોર માર માર્યો હતો. પેટ અને છાતિ તથા પગનાં ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ભાગી ગયા હતા. છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા સુનિલ નંદનવરની હત્યાની પોલીસે તપાસ હાથ ધરી છે. 

Jul 30, 2020, 10:16 PM IST

અમદાવાદ: દાણીલીમડા પત્નીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ જ પત્નીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી અને હત્યા અંગે પ્રાથમિક તપાસ કરતા ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.

Jul 22, 2020, 11:32 PM IST

પિતરાઇ ભા-બહેન વચ્ચે થયો પ્રેમ, પરિવારે કરી નિર્મમ હત્યા

ઉત્તર પશ્વિમી પાકિસ્તાન (Pakistan)માં બુધવારે એક પરિવારે ખોટી ઇજ્જત ખાતર એક કપલની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લાની જરીદ ગામમાં થઇ. 

Jul 22, 2020, 08:32 PM IST

સુરત: હીરા ઉદ્યોગ માટે કોરોના બન્યો ઘાતક 20 દિવસમાં 7 દલાલ સહિત 12 ધંધાર્થીના મોત

કોરોનાને કારણે હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. હીરા બજાર અનલોક-1 ખુલ્યા બાદ ગાઇડ લાઇનનું પાલન નહી થવાનાં કારણે સંક્રમણ ખુબ જ ઝડપથી વધી ગયું છે. આ સાથે અનલોક બાદ મૃત્યુમાં પણ વધારો થયો છે. વરાછાના મીની હીરા બજારના 7 દલાલો, 3 વેપારી અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

Jul 21, 2020, 05:26 PM IST

રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી

રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

Jul 21, 2020, 04:42 PM IST

સુરતમાં છેડતી બાબતે ખુનીખેલ, હથિયાર સાથે થયેલી બબાલમાં યુવકની હત્યા

નાનાપુરા માછીવાડ હોલી મહોલ્લા ગત રોજ સંદીપ અને તેનો વિપુલ અને તેનાં સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઇને નાનાપુરા માછીવાડમાં ઘુસ્યા હતા. એકાએક નિરંજન ભીમ્પોરિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહોલ્લાનાં લોકો એકત્ર થઇને નિરંજનના બચાવમાં ઉતર્યા હતા. ત્યાં કેટલાક ઇસમોએ મૃતક સંદીપ પર હુમલો કર્યો હતો. ત્યાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Jul 21, 2020, 12:02 AM IST

ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દીધા હતા. પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

Jul 20, 2020, 04:50 PM IST

અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો

શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 

Jul 11, 2020, 10:23 PM IST

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

Jul 6, 2020, 12:24 PM IST