હિન્દીને માતૃભાષા નહીં માનનારા સાઉથના વિલન પર ગુસ્સે થયો અજય દેવગન, પૂછ્યું- ફિલ્મો ડબ કેમ કરો છો?
અજય દેવગનને ટ્વીટ કરી લખ્યું, કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા મતે જો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન.
Trending Photos
નવી દિલ્હી: એક તરફ સાઉથ સિનેમાની ફિલ્મોનો દબદબો વધતો જઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ ભાષાને લઈને એક નવો જ વિવાદ સામે આવ્યો છે. આ વિવાદની શરૂઆત થઈ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના હિટ વિલેન કિચ્ચા સુદીપના એક વીડિયો ઈન્ટરવ્યૂથી. આ વીડિયોમાં તેણે હિન્દી ભાષા માટે જણાવ્યું હતું કે તે અમારી રાષ્ટ્રીય ભાષા નથી. હવે કિચ્ચા સુદીપના આ વિવાદિત નિવેદને ઘણો વિવાદ કરી નાંખ્યો છે. અભિનેતાના જડબાતોડ જવાબ આપતા અજય દેવગને તેના પર રિએક્ટ કર્યું છે.
અજયે કર્યું રિએક્ટ
અજય દેવગનને ટ્વીટ કરી લખ્યું, કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા મતે જો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।
— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022
કિચ્ચા સુદીપે જણાવ્યું હતું કે, પેન ઈન્ડિયા ફિલ્મો કન્નડમાં બની રહી છે, હું તેના પર એક નાનકડું કરેક્શન કરવા માંગીશ. હિન્દી હવે નેશનલ લેગ્વેંજ રહી નથી. હવે બોલિવુડમાં પેન ઈન્ડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે. હું તેલુગૂ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવી રહ્યો છે, પરંતુ ત્યાર પછી પણ સ્ટ્રગલ કરી રહ્યો છું. આજે અમે તે ફિલ્મો બનાવી રહ્યા છે જે દુનિયાભરમાં સૌથી વધુ જોવામાં આવી રહી છે.
કિચ્ચાનો પલટવાર
અજય દેવગનને જવાબ આપતા કિચ્ચાએ પણ ટ્વીટ કર્યું અને તેણે સ્પષ્ટતા કરી. કિચ્ચાએ લખ્યું, સર, જે કોન્ટેકસ્ટમાં મેં જે વાત કરી, મને લાગે છે કે મારી તે વાતને ખુબ અલગ રીતે લેવામાં આવી. કદાચ હું મારી વાતને સારી રીતે ત્યારે રાખી શકીશ, જ્યારે હું તમને મળીશ. મારી વાતને કહેવાનો એવો મતલબ નહોતો કે હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડુ, ઉત્તેજિત કરું અથવા તો ફરી કોઈ વિવાદને પ્રોત્સાહિત કરું. હું શા માટે આવું કરીશ, સાહેબ."
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context.
Mch luv and wshs to you always.
Hoping to seeing you soon.
🥳🥂🤜🏻🤛🏻
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
કિચ્ચાએ એક બીજા ટ્વિટમાં લખ્યું, હું આપણી દેશની દરેક ભાષાની ઈજ્જત કરું છું. હું આ ટોપિકને આગળ વધારવા માંગતો નથી. હું ઈચ્છું છું કે આ વાત અહીં જ પુરી થઈ જાય. જેમ મેં આગળ કહ્યું તેમ મારો કહેવાનો મતલબ એવો નહોતો, જે સમજવામાં આવી રહ્યો છે. તમને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ. હું તમને જલ્દી મળવાની આશા રાખું છું.
સાઉથ સિનેમાની વાત કરીએ તો આજે આ ઈન્ડરસ્ટ્રીઝ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાઉથની ફિલ્મો કમાણી મામલે અનેક રેકોર્ડ્સ બનાવી રહી છે. બાહુબલી, પુષ્યા, આરઆરઆર અને કેજીએફ જેવી ફિલ્મોએ કમાણીના મામલે કમાલ કરી નાંખી છે. દુનિયાભરના લોકો હવે આ પ્રકારની ફિલ્મોના દિવાના થયા છે. આરઆરઆર એ 1000 કરોડ રૂપિયાથી પણ વધારેનો દુનિયાભરમાં કમાણી કરી લીધી છે, જ્યારે કેજીએફ ચેપ્ટર 2 પણ ઝડપથી 1000 કરોડ તરફ આગળ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે