Video: અક્ષય કુમારે આ રીતે આપ્યો ક્યારેય હાર ન માનવાનો Message
- 9 ફેબ્રુઆરીએ રીલિઝ થશે ફિલ્મ
- અક્ષય કરી રહ્યો છે ફિલ્મનું પ્રમોશન
- અક્ષયે શેર કર્યો છે આ વીડિઓ
Trending Photos
નવી દિલ્હીઃ બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ પેડમેન જલ્દી રીલિઝ થવાની છે અને અક્ષર તેની ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. અક્ષય હંમેશા પોતાની ફિલ્મના પ્રમોશન માટે નવી રીત અપનાવે છે આ વખતે પણ ફિલ્મના પ્રમોશન માટે તેણે એક નવી રીત શોધી છે. સોશિયલ મીડિયા પર તેનો આ નવો આઈડિયો ઘણો ટ્રેન્ડ થઈ રહ્યો છે. પરંતુ અમે અહીં ફિલ્મ નહીં તેના વીડિયોની વાત કરી રહ્યાં છીએ જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અક્ષય તે અભિનેતામાંથી છે સતત પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે, 50 વર્ષથી વધુની ઉંમર થવા છતા તે પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. હાલમાં જ તે ફિલ્મના પ્રમોશન માટે હેલ્થ કેમ્પેઈનનો ભાગ બન્યો હતો અને તે આ દરમિયાન હાથ પર ચાલ્યો હતો આ વીડિયો અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, આજે જે મુશ્કેલ લાગી રહ્યું છે.. તે એક દિવસ તમારુ વોર્મઅપ હશે.. તેથી પ્રયત્ન કરતા રહો..
તમને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે આ ફિલ્મમાં અક્ષયની સાથે સોનમ કપુર અને રાધિકા આપ્ટે પણ લીડ રોલમાં છે. આ ફિલ્મથી ટ્વિંકલ ખ્ના પ્રોડક્શનના ક્ષેત્રમાં પગ મુકી રહી છે અને ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પેડમેન ચેલેન્જ પણ ચાલી રહી છે અત્યાર સુધી ઘણા સિતારા આ ચેલેન્જને એક્સેપ્ટ કરી ચૂક્યા છે અને પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે