આ વ્યક્તિની યાદમાં અક્ષય કુમારના થયા આવા હાલ! વીડિયો જોઇ ઓળખી પણ નહી શકો

બોલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) નો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટરને ઓળખવા મુશ્કેલ છે. કાળા વાળવાળા અક્કી સામાન્ય રીતે ખૂબ હેન્ડસમ અને ફિટ જોવા મળે છે પરંતુ આ વીડિયોમાં તો હાલત ખૂબ બદલાયેલી જોવા મળી રહી છે.  

આ વ્યક્તિની યાદમાં અક્ષય કુમારના થયા આવા હાલ! વીડિયો જોઇ ઓળખી પણ નહી શકો

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) નો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટરને ઓળખવા મુશ્કેલ છે. કાળા વાળવાળા અક્કી સામાન્ય રીતે ખૂબ હેન્ડસમ અને ફિટ જોવા મળે છે પરંતુ આ વીડિયોમાં તો હાલત ખૂબ બદલાયેલી જોવા મળી રહી છે.  

અક્ષયને આવી રહી છે માની યાદ
ખેલાડી કુમાર (Akshay Kumar) એ આ વીડિયોને પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને શેર કરતાં અક્ષય કુમાર (Akshay Kumar) એ લખ્યું- 'યૂંહી... આજ માં કી બહૂત યાદ આ રહી હૈ. અક્ષય કુમાર આ વીડિયોમાં ખૂબ ઉદાસ જોવા મળી રહ્યા છે. તેમના વાળ ખૂબ વધી ગયા છે અને દાઢી પણ સફેદ થઇ ચૂકી છે. શરીર પર કરચલીઓ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. 

'રામ સેતુ' ની શૂટિંગ કરી રહ્યા છે અક્ષય
ગોલ ફ્રેમના ચશ્મા લગાવી અક્ષય કુમાર (Akshay Kumar) હાલ ફિલમ 'રામ સેતુ' (Ram Setu) ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમનો આ લુક પણ તેમણે ફિલ્મના શૂટિંગ માટે લીધો છે. પરંતુ કહેવામાં આવી શકે છે કે અક્ષય કુમાર (Akshay Kumar) આ વીડિયોમાં ખૂબ નેચરલ જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોના શૂટિંગ દરમિયાન તે ત્યાં હતા પરંતુ સ્પષ્ટ છે કે તે પોતાની માતાને મિસ કરી રહ્યા હતા.  

રિલીઝ માટે તૈયાર ઘણી મોટી મોટી ફિલ્મો
અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર (Akshay Kumar) ની માતા આ વર્ષે મૃત્યું પામી છે. માતાના નિધનના સમાચાર સાંભળીને અક્ષય કુમાર (Akshay Kumar) શૂટિંગ છોડીને સીધા મુંબઇ પહોંચી ગયા હતા અને થોડા સમય સુધી તે ઉદાસ અને તૂટેલા જોવા મળ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો અક્ષય કુમાર (Akshay Kumar) ની ઘણી ફિલ્મો રિલિઝ માટે તૈયાર છે. 'પૃથ્વીરાજ' (Prithviraj) નું ટ્રેલર તો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news