અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર (Akshye kumar) અને કરીના કપૂર (Kareena Kapoor)ની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

Updated By: Nov 14, 2019, 04:22 PM IST
અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક

મુંબઈ : છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર અને કરીના કપૂરની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ (Good News) ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ચિલ્ડ્રન્સ ડે પર રીલિઝ થયેલા આ પોસ્ટરમાં અક્ષય કુમાર 2 પ્રેગ્નેન્ટ મહિલાઓ વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે એક બેબી બંપ કરીના અને બીજુ કિયારા આડવાણી (Kiara advani)નું છે.

અક્ષયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કરતા લખ્યુ, ‘તમારા માટે આ ક્રિસમસ પર આવનારી ગુડ ન્યૂઝમાં ફસાયેલો છું. જોડાયેલા રહો, વર્ષની સૌથી મોટી ગડબડ આવવાની છે.’ મેકર્સે પોસ્ટર સાથે જ જાહેરાત કરી છે કે આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.

અક્ષયની સાથે કિયારાએ પણ આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કરીના, કિયારા અને દિલજીત દોસાંજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બે કપલ્સની વાર્તા છે જેઓ IVF દ્વારા બાળકને જન્મ આપવા ઈચ્છે છે. ફિલ્મને કરણ જોહર સાથે અક્ષય કુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને ઝી સ્ટુડિયોએ પ્રોડ્યૂસ કરી છે. રાજ મહેતાએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

હાલમાં કરીના કપૂરે પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝ વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે ગુડ ન્યૂઝ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુડ ન્યૂઝ ફિલ્મનો આધાર ઘણી સારી રીતે લખાયેલી સ્ક્રિપ્ટ છે. આ સિવાય ફિલ્મની કાસ્ટ, ડિરેક્શન અને પ્રોડક્શન પણ સારી રીતે થઈ રહ્યું છે. ફિલ્મની સ્ટોરીનો કોન્સેપ્ટ પણ યુનિક છે અને અલગ છે. હું લોકોના રિએક્શન જોવા માટે હું આતુર છું.

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...