ફેન્સે કરાવી દીધા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના 'લગ્ન', ફોટો વાયરલ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ તેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે તેના ફેન્સે ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી એક રસપ્રદ તસવીર શેર કરી છે.

ફેન્સે કરાવી દીધા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના 'લગ્ન', ફોટો વાયરલ

નવી દિલ્હીઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડના ક્યૂટ કપલ છે અને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ છુપાવતા નથી. બંન્ને હંમેશા સાથે જોવા મળે છે અને પારિવારિક કાર્યક્રમમાં પણ સાથે હોય છે. તેના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આમ પણ તેના ફેન્સ તેના લગ્નની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે અને તેને ઘણીવાર આ વિશે સવાલ પણ કરી ચુક્યા છે. 

હવે સોશિયલ મીડિયા ફેન્સ તેના લગ્નને લઈને એટલા ઉતાવળા થઈ ગયા છે કે તેના લગ્નની ફોટોશોપ્ટ તસવીર બનાવી દીધી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બંન્નેના લગ્નમાં થોડો સમય ભલે બાકી હોય પરંતુ આ એડિટેડ તસવીરની ઝલક પરથી મળે છે કે પોતાનાલ લગ્ન પર બંન્ને કેવા દેખાશે. 

A post shared by SONA❤ (@ranbir_kapoor_my_life_line) on

તમને જણાવી દઈએ કે આ તસવીર આલિયાની એક એડની ફોટોશૂટની છે, જેમાં આલિયાની સાથેવાળા મોડલનો ફોટોશોપ કરીને રણબીરનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે. આ તસવીરે તેના એક ફેનપેજ પરથી લેવામાં આવી છે. 

A post shared by KUNAL THAKUR (@whokunalthakur) on

રણબીર અને આલિયા સાથે સારો સમય પસાર કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. હાલ બંન્ને મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થી પૂજામાં સાથે જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news