VIDEO: રિલીઝ થયું આલિયાનું પ્રથમ પંજાબી ગીત Prada, ગ્લેમરસ લુક થયો વાયરલ
આલિયાએ પંજાબી સિંગર ધ દૂરબીનની સાથે મળીને નવો મ્યૂઝિક વીડિયો પ્રાડા લોન્ચ કર્યો છે. ગીત રિલીઝ થતાં યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

નવી દિલ્હીઃ બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટ એક્ટિંગ અને સિંગિગ બાદ મ્યૂઝિક વીડિયોમાં પણ પર્દાપણ કરી ચુકી છે. આલિયાએ પંજાબી સિંગર ધ દૂરબીનની સાથે મળીને નવો મ્યૂઝિક વીડિયો 'પ્રાડા' લોન્ચ કર્યો છે. ગીત રિલીઝ થતાં યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. મહત્વનું છે કે આલિયાએ થોડા દિવસ પહેલા વીડિયો પ્રાડાનો First look શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આલિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયોની પહેલા પોસ્ટર રિલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આલિયાનો આ અંદાજ ખૂબ વાયરલ થયો છે.
Here it is 💗 The Prada Song@Jjust_music #thedoorbeen #katalystworldhttps://t.co/oqS1V6Dbdx
— Alia Bhatt (@aliaa08) August 13, 2019
આલિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ગીતને શેર કરતા લખ્યું કે ધ પ્રાડા ગીત રિલીઝ થઈ ચુક્યું છે. ગીતને થોડા સમયમાં યૂટ્યૂબ પર લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.
મહત્વનું છે કે આલિયા ભટ્ટ આ દિવસોમાં ખુબ વ્યસ્ત ચાલી રહી છે. તેની આગામી ફિલ્મ 'સડક 2' અને 'બ્રહ્માસ્ત્ર' આ દિવસોમાં ફ્લોર પર છે. 'સડક 2'મા આલિયા પ્રથમવાર પોતાના પિતા મહેશ ભટ્ટના દિગ્દર્શનમાં અને બહેન પૂજા ભટ્ટની સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 10 જુલાઈ, 2020ના રિલીઝ થવાની છે. આગામી સડક 2, 1991મા આવેલી ફિલ્મ સડકની સીક્વલ છે. સડકમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતા.