Alia Bhatt એ ટ્યૂબ બિકિની પહેરી ફેન્સને ઘાયલ કર્યા, છવાઇ ગયો No Makeup Look

આલિયા ભટ્ટ  જલદી 'ગંગૂબાઇ કાઠિયાવાડી' અને 'આરઆરઆર' માં જોવા મળશે. આ ઉપરાંત તે પોતાના બોયફ્રેંડ રણવીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સાથે જ તે રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની' ની પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે. 

Alia Bhatt એ ટ્યૂબ બિકિની પહેરી ફેન્સને ઘાયલ કર્યા, છવાઇ ગયો No Makeup Look

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) ક્યારેક પોતાની પર્સનલ તો ક્યારેક પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તેમના ફેન્સ તેમની દરેક ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવે છે. આલિયાની ક્યૂટનેસ તેમની સૌથી મોટી ખૂબી છે, પરંતુ હવે આલિયા પોતાના ક્યૂટનેસવાળા ટેગને દૂર કરવા માટે સતત બોલ્ડ લુકના ફોટા શેર કરી રહી છે. હવે તેમણે ટ્યૂબ બિકિનીમાં એક ધાંસૂ તસવીર શેર કરી છે. 

ટ્યૂબ બિકિનીમાં આલિયા
જોકે, આલિયા ભટ્ટ (Alia Bhatt) એ એક બોલ્ડ તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં તે બ્લૂ ટૂબ બિકિની (Alia Bhatt Bikini Pic) માં જોવા મળી રહી છે. આ ફોટામાં આલિયા બોલ્ડ અને બ્યૂટીફૂલ લાગી રહી છે. આ ફોટામાં તે કોઇ સુંદર લોકેશન પર સૂતી જોવા મળી રહી છે. આલિયા આ ફોટામાં બિલકુલ 'નો મેકઅપ લુક' માં અને એકદમ સુંદર લાગી રહી છે. જુઓ આ તસવીરો...

પોતાને ગણાવી સ્ટાર
આ તાજા ફોટોને શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું કે 'આમે સ્કીનમાં લપેટાયેલા સ્ટાર છીએ. તે પ્રકાશને જેને તમે હંમેશા શોધી રહ્યા હતા તે તમારી અંદર જ છે.' આલિયા ભટ્ટએ પોસ્ટ દ્વારા પણ જણાવ્યું કે ફોટા તેમની 'સ્ટારલાઇટ' બહેન શાહીન ભટ્ટએ ક્લિક કરી છે. 

આ ફિલ્મોમાં આવશે નજર
વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ  જલદી 'ગંગૂબાઇ કાઠિયાવાડી' અને 'આરઆરઆર' માં જોવા મળશે. આ ઉપરાંત તે પોતાના બોયફ્રેંડ રણવીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સાથે જ તે રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની' ની પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news