જે ફિલ્મ કાજોલે ઠુકરાવી, તે જ ફિલ્મે આ 'ગુજ્જુ ગર્લ'ને રાતોરાત લોકપ્રિયતાના શિખરે બેસાડી દીધી

બોલીવુડમાં એક સમયે ડંકો વગાડનારી આ ગુજ્જુ ગર્લે પોતાની કરિયરના 23 વર્ષમાં 44થી વધુ ફિલ્મો અને વીડિયોઝમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેણે એક સુપરહિટ ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું અને પછી તો છવાઈ ગઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. પહેલી જ ફિલ્મથી તે સ્ટાર બની ગઈ. ત્યારબાદ સની દેઓલ સાથે આવેલી  ફિલ્મે તો જબરદસ્ત ધમાલ મચાવી દીધી

જે ફિલ્મ કાજોલે ઠુકરાવી, તે જ ફિલ્મે આ 'ગુજ્જુ ગર્લ'ને રાતોરાત લોકપ્રિયતાના શિખરે બેસાડી દીધી

બોલીવુડમાં એક સમયે ડંકો વગાડનારી આ ગુજ્જુ ગર્લે પોતાની કરિયરના 23 વર્ષમાં 44થી વધુ ફિલ્મો અને વીડિયોઝમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેણે એક સુપરહિટ ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું અને પછી તો છવાઈ ગઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. પહેલી જ ફિલ્મથી તે સ્ટાર બની ગઈ. ત્યારબાદ સની દેઓલ સાથે આવેલી  ફિલ્મે તો જબરદસ્ત ધમાલ મચાવી દીધી. આ ફિલ્મ વાસ્તવમાં પહેલા કાજોલને ઓફર કરાઈ હતી પરંતુ કાજોલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી અને ફિલ્મમાં આ ગુજ્જુ ગર્લ લેવાઈ ગઈ. આમ આ ફિલ્મ બાદ તો તેનું ભાગ્ય ચમકી ગયું. 

અમે જે ગુજ્જુ ગર્લની વાત કરી રહ્યા છે તે અમિષા પટેલ છે. ગુજરાત પરિવારમાં અમિત પટેલ અને આશા પટેલનું સંતાન એટલે અમિષા પટેલ. અમિષાનો જન્મ 9 જૂન 1975ના રોજ થયો હતો. તેનો ભાઈ અશ્મિત પટેલ પણ અભિનય કરી ચૂક્યો છે. દાદા રજની પટેલ એ જાણીતા વકીલ હતા અને મુંબઈ ક્રોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ પણ હતા. અમિષાનો ઉછેર મુંબઈમાં થયો છે. 

અમિષાની કરિયર
અમિષા પટેલે વર્ષ 2000માં ઋતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત સુપરહિટ રહી હતી. પહેલી જ ફિલ્મે તેને સ્ટારડમનો સ્વાદ ચખાડ્યો હતો. જો કે બોલીવુડમાં તેને ખરી સફળતા તો સની દેઉલ સાથેની બીજી ફિલ્મ ગદર-એક પ્રેમકથાથી મળી. આ ફિલ્મ પહેલા કાજોલને ઓફર કરાઈ હતી. પરંતુ કાજોલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ ફિલ્મમાં અમિષાને કાસ્ટ કરાઈ અને પછી જે થયું તે ઈતિહાસ બની ગયો. અમિષાનું જાણે ભાગ્ય ચમકી ગયું. સતત બે વર્ષમાં બે બ્લોકબસ્ટર ફિલ્મ આપીને અમિષાનો સિતારો બુલંદ થઈ ગયો. પરંતુ અમિષાના ભાગ્યમાં તો કઈ બીજુ જ લખાયેલું હતું. 

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ યે જિંદગી કા સફર પીટાઈ ગઈ ત્યારબાદ 2002માં આવેલી ક્રાંતિ ફિલ્મ પણ ફ્લોપ ગઈ. ક્યા યહી પ્યાર હૈ પણ ન ચાલી. આ ફિલ્મ બાદ સતત 15 ફિલ્મો ફ્લોપ ગઈ. સળંગ 15 ફિલ્મો ફ્લોપ ગયા બાદ અમિષા પટેલની કરિયરની દિશા જ બદલાી ગઈ. અમિષા પછી તો હિટ ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળવા લાગી હતી. 

ફ્લોપ ફિલ્મોમાં યે હૈ જલવા, પરવાના, સુનો સસુરજી, વાદા, એલાન, ઝમીર, મંગળ પાંડે, મેરે જીવનસાથી, હમકો તુમસે પ્યાર હૈ, તીસરી આંખ, તથાસ્તુ, આંખે, આપ કી ખાતિર, થોડા પ્યાર થોડા મેજિક, ચતુર સિંહ ટુ સ્ટાર, શોર્ટકટ રોમિયો અને ભાઈજી સુપરસ્તાર જેવી ફિલ્મો સામેલ છે.

જો કે વર્ષો બાદ અમિષા પટેલની ડૂબતી કરિયરને સહારો આપ્યો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ગદર-2 એ. જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. ગદર-2 ફિલ્મે 500 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી છે. અમિષાએ 20 વર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો. IMDB મુજબ અમિષા પટેલ હવે તૌબા તેરા જલવા ફિલ્મમાં જોવા મળશે. આ માટે અમિષા પટેલે તૈયારી પણ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news