Skin Care: ત્વચાની કરચલીઓને દૂર કરે છે મોટી એલચી, આ રીતે ઉપયોગ કરશો તો લટકતી સ્કીન પણ થઈ જશે ટાઇટ

Skin Care: મોટી એલચીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચાને લાભ કરે છે. તે ત્વચા પર પડેલી કરચલીઓને દૂર કરે છે અને ત્વચાને ટાઈટ કરે છે. તેનાથી ત્વચાનો રંગ પણ નીખરે છે અને ત્વચા મુલાયમ તેમજ ચમકદાર બનાવે છે.

Skin Care: ત્વચાની કરચલીઓને દૂર કરે છે મોટી એલચી, આ રીતે ઉપયોગ કરશો તો લટકતી સ્કીન પણ થઈ જશે ટાઇટ

Skin Care: મોટી ઈલાયચી એક એવો મસાલો છે જેનો ઉપયોગ શાકમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ એલચી ત્વચા માટે પણ ફાયદાકારક છે ? મોટી એલચીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચાને લાભ કરે છે. તે ત્વચા પર પડેલી કરચલીઓને દૂર કરે છે અને ત્વચાને ટાઈટ કરે છે. તેનાથી ત્વચાનો રંગ પણ નીખરે છે અને ત્વચા મુલાયમ તેમજ ચમકદાર બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર આવતો સોજો પણ મટે છે અને સંક્રમણ પણ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે મોટી એલચીનો ત્વચા પર ઉપયોગ કેવી રીતે કરવો.

મોટી એલચી અને દહીંનું ફેસપેક

એક ચમચી મોટી એલચીનો પાવડર લઈ તેમાં એક ચમચી દહીં અને એક ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાડો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આમ કરવાથી કરચલીઓ દૂર થવા લાગે છે.

મોટી એલચીનું સ્ક્રબ

એક ચમચી મોટી એલચીના પાવડરમાં એક ચમચી ખાંડ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક વખત આ સ્ક્રબ કરવાથી ત્વચા પરથી ડેડ સ્કીન નીકળી જાય છે અને ત્વચા સુંદર બને છે.

મોટી એલચીનું તેલ

મોટી એલચીનું તેલ ચહેરા પર લગાડવાથી કરચલીઓ મટે છે. મોટી એલચીના તેલને રૂની મદદથી ચહેરા પર લગાડો અને હળવા હાથે માલિશ કરો. દસ મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો.

મોટી એલચી અને એલોવેરા જેલ

એક ચમચી મોટી એલચીના પાવડરમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને તેમાં એક ચમચી મધ પણ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાડો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વખત આ ફેસપેક નો ઉપયોગ કરશો એટલે લટકતી સ્કીન પણ ટાઈટ થવા લાગશે. 

એલચીના આ ફેસપેકનો ઉપયોગ કરો તે પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરી લેવો. જો તમને તેનાથી એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો. આ ફેસપેકનો ઉપયોગ કર્યા પછી તુરંત જ તડકામાં ન નીકળવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news