Amitabh Bachchan નું દિલ આવ્યું દિકરીની દોસ્ત પર! રૂમમાં એકલાં હતા તો ભીડાવી દીધાં હોઠથી હોઠ!

Amitabh Bachchan Film: દીકરીની સહેલી પર થયા હતા ફિદા, 18 વર્ષની છોકરી સાથે રોમાન્સ અને કર્યો હતો લીપલોક...અમિતાભ બચ્ચન હંમેશા પોતાની ઈમેજનું ધ્યાન રાખીને કામ કરે છે.  ફિલ્મ ચાલે કે ન ચાલે. પરંતુ રામ ગોપાલ વર્મા જેવા દિગ્દર્શકો સાથે તેમણે પોતાની ઈમેજ સાથે પ્રયોગ કર્યો હતો. જેમાં કેટલાકને સફળતા મળી છે તો કેટલાક નિષ્ફળ જાય છે. પરંતુ એક ભૂમિકાને દર્શકોએ નકારી કાઢી હતી.

Amitabh Bachchan નું દિલ આવ્યું દિકરીની દોસ્ત પર! રૂમમાં એકલાં હતા તો ભીડાવી દીધાં હોઠથી હોઠ!

Amitabh Bachchan Controversy: અમિતાભ બચ્ચનની ઈમેજ સુપરહીરોની છે. તે હંમેશા સ્વચ્છ ફિલ્મો જ કરતો હતો. આ ઉપરાંત પોતાને વિવાદોથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ 2007માં તેની એક ફિલ્મ આવી જેણે તેની ઈમેજને ઘણી કલંકિત કરી હતી. આ ફિલ્મના કારણે તેના ચાહકો પણ તેમનો વિરોધ કરી રહ્યાં હતા. ફિલ્મ હતી નિ : શબ્દ. આ ફિલ્મમાં તે પોતાની દીકરીની સહેલી સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. 

જિયા ખાન દીકરીના મિત્રના રોલમાં હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ, પરંતુ આ ફિલ્મને કારણે અમિતાભ બચ્ચન વિવાદોમાં આવી ગયા. આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક રામ ગોપાલ વર્મા હતા. જે પ્રાયોગિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જીયા ખાન સાથે રેવતી, આફતાબ શિવદાસાની અને રૂખસારની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મની વાર્તા 1986માં આવેલી રાજેશ ખન્નાની ફિલ્મ અનોખા રિશ્તા અને અમેરિકન ફિલ્મ અમેરિકન બ્યુટીથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

આવા કેટલાક દ્રશ્યો હતા-
જો વાત ફિલ્મમાં રોમાન્સ પુરતી જ સીમિત હોત તો અલગ વાત હોત, પરંતુ ફિલ્મમાં બિગ બી અને જિયા વચ્ચેના ઘણા એવા સીન સ્ક્રીન પર બતાવવામાં આવ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. ફિલ્મમાં જિયા અને અમિતાભ વચ્ચે રોમાન્સ સીન શૂટ કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે લિપ લોકનો સીન પણ હતો.  એક 62 વર્ષીય વ્યક્તિ 18 વર્ષની છોકરી સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો. જિયા ખાને આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે અમિતાભ જેવા મોટા કલાકાર સાથે ખૂબ જ સારી રીતે કામ કરીને પોતાની અભિનય કુશળતા સાબિત કરી હતી.

વિરોધ થયો, નોટિસ મળી-
આ ફિલ્મના વિરોધમાં અમિતાભ બચ્ચનના ચાહકોએ રિલીઝ પહેલા બિગ બીના હોમ ટાઉન અલ્હાબાદમાં આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમને એ વાત પર ગુસ્સો હતો કે અમિતાભ બચ્ચન જેવા અભિનેતાએ આવી ભૂમિકા કેમ સ્વીકારી, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ રામ ગોપાલ વર્માને હાઈકોર્ટ તરફથી ફિલ્મનું ટાઈટલ ચોરવા બદલ નોટિસ મળી હતી. તમામ વિવાદો છતાં આખરે આ ફિલ્મ રિલીઝ થઈ, પરંતુ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news