anupama spoiler alert: અનુપમાને ધક્કા મારી ઘરની બહાર કાઢવામાં આવશે, સીરિયલમાં આવશે શોકિંગ ટ્વિસ્ટ

Anupama Spoiler Alert: કાવ્યા માટે ખુશીની ક્ષણ આવી ગઈ છે. અનુપમાને બાપુજી બહારનો રસ્તો દેખાડશે. તેની પાછળ શું કારણ છે વાંચો સંપૂર્ણ અહેવાલ.  

Updated By: Aug 4, 2021, 12:31 PM IST
anupama spoiler alert: અનુપમાને ધક્કા મારી ઘરની બહાર કાઢવામાં આવશે, સીરિયલમાં આવશે શોકિંગ ટ્વિસ્ટ

નવી દિલ્હીઃ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલતા શર્મા  (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સીરિયલ અનુપમા (Anupama) માં હવે ટ્વિસ્ટ આવશે. અનુપમાના ઘરમાં ડ્રામા ન થાય તે કેમ બની શકે? અનુપમાની જિંદગીમાં નવી મુશ્કેલીઓ આવી રહી છે અને વધુ એક મોટી મુશ્કેલી સામે આવી ગઈ છે. અનનુપમાના ફેન્સને તે જાણીને શોક લાગશે કે અનુપમાને ઘરમાંથી બહાર કરવામાં  આવશે. જાણો સીરિયલમાં શું આવશે ટ્વિસ્ટ.

પાખી નાટક કરતી રહેશે
આવનારા એપિસોડમાં તમે જોશો કે પાખીનું નાટક ખતમ થવાનું નથી. અનુપમા મામલાને શાંત કરવાનો પ્રયાસ કરશે પરંતુ રાખી કોઈ વાત સાંભળવા રાજી થતી નથી. પારિતોષ પણ આ વચ્ચે ઘર છોડીને જવા ઈચ્છે છે. અનુપમા તેને સમજાવે છે કે તે ખુશી-ખુશી ઘર જાય. તો કિંજલ ફરી એકવાર જાહેર કરશે કે તે ઘરમાંથી જવા ઈચ્છતી નથી. તે કહેશે કે તે પરિવારની સાથે રહેવા ઈચ્છે છે. 

આ પણ વાંચોઃ ઘરની અંદર પત્ની સાથે આ હરકત કરતો હતો હની સિંહ? કોર્ટે ફટકારી નોટિસ

કિંજલ આપશે અનુપમાનો સાથ
કિંજલની વાત સાંભળી પારિતોષ નારાજ થઈ જશે અને ત્યાંથી જતો રહેશે. ઘરના સભ્યો પોત-પોતાના રૂમમાં પહોંચી જશે. અનુપમા અને કાવ્યા (Madalsa Sharma) ની સામે હાથ જોડીને કહેશે કે તે રોજ-રોજના ઝગડા પૂરા કરે. ત્યારબાદ સવારે ઉઠી અનુપમા પૂજા કરે છે. સાથે પાખી માટે પણ પ્રાર્થના કરે છે કે તે સારી રીતે કોમ્પિટિશનમાં ડાન્સ કરે. કાવ્યા ખુદને સારી દેખાડવા ઈચ્છે છે, તેથી તેની ઈચ્છા છે કે તે પાખી સામે સ્પર્ધા જીતે. સ્પર્ધામાં પહેલા કાવ્યા પાખીને અનુપમા વિરુદ્ધ ફરી ભડકાવે છે. 

અનુપમાને બાપુજી કરશે ઘરની બહાર
કાવ્યાને પહેલાથી પાખીની જીતને લઈને અતિઆત્મવિશ્વાસ છે. તે પાખીનો મેકઓવર કરશે. સાથે બધાની સામે અનુપમાને ગુસ્સે કરશે. ત્યારબાદ પાખી પણ કાવ્યાને સાથ આપીને અનુપમાને ગુસ્સે કરવાનો પ્રયાસ કરશે. આ વચ્ચે બાપુજી પણ એક ચોંકાવનારો નિર્ણય લેશે. બાપુજી અનુપમાને ઘરની બહારનો રસ્તો દેખાડશે. તે જોવાનું રસપ્રદ હશે કે અનુપમા આ મુસીબતનો સામનો કેવી રીતે કરશે. તો કાવ્યા અને વનરાજનું રિએક્શન ચોંકાવનારૂ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube