આ 2 ટ્વીટ સાથે જ અનુરાગ કશ્યપે ડિલીટ કરી દીધું પોતાનું TWITTER એકાઉન્ટ 

અનેક સામાજિક મુદ્દાઓ વિશે બેધડક અભિપ્રાય વ્યક્ત કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. 

આ 2 ટ્વીટ સાથે જ અનુરાગ કશ્યપે ડિલીટ કરી દીધું પોતાનું TWITTER એકાઉન્ટ 

નવી દિલ્હી : અનેક સામાજિક મુદ્દાઓ વિશે બેધડક અભિપ્રાય વ્યક્ત કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેણે પરિવારની સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને આ પગલું ભર્યું છે. અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર સતત ધમકી મળી રહી છે અને આ ધમકીને પગલે તેણે આ નિર્ણય લીધો છે. આ પહેલા અનુરાગ કશ્યપને ઓનલાઈન ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. જણાવી દઈએ કે, આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લેતા અનુરાગે મોદી સરકારની ટીકા કરી હતી. આ બાબતે સરકારના સમર્થકોએ અનુરાગની નિંદા કરી હતી.

અનુરાગ કશ્યપે ટ્વિટર છોડતાં પહેલા જણાવ્યું કે, તેના પરિવારને ધમકીઓ મળી રહી છે. છેલ્લા ટ્વિટમાં અનુરાગે લખ્યું, “જ્યારે તમારા પેરેન્ટ્સને ફોન આવવા લાગે અને દીકરીને ઓનલાઈન ધમકી મળવા લાગે ત્યારે તમને ખબર પડી જાય છે કે કોઈ વાત નથી કરવા માંગતું. આ તકે તાર્કિક થવાની કોઈ જરૂર નથી. ઠગ જ શાસન કરશે અને ઠગાઈ નવી જિંદગીની રીત હશે. તમે સૌ ખુશ રહો અને સફળ રહો તેવી કામના. આ મારું છેલ્લું ટ્વિટ છે કારણકે હું ટ્વિટર છોડી રહ્યો છું. જ્યારે હું ડર્યા વિના મારા મનની વાત ન કરી શકતો હોઉં તો હું બોલવાનું જરૂરી નથી સમજતો.”

 

ડિરેક્ટર તરીકે અનુરાગ કશ્યપ બ્લેક ફ્રાઇડે (2007), દેવ ડી (2009), ગુલાલ (2009) ગેંગ્સ ઓફ વાસેપુર (2012), બોમ્બે ટોકીઝ (2013), અગલી (2014), બોમ્બે વેલવેટ (2015), રામન રાઘવ 2.0 (2016) જેવી ફિલ્મો બનાવી પોતાની ઓળખ ઉભી કરી છે. એટલુ જ નહી આ ફિલ્મોમાં એક્ટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. અનુરાગે એક્ટિંગ ડેબ્યૂ 2011માં આવેલી ક્રાઇમ થ્રિલર ‘શાગિર્દ’થી શરૂઆત કરી હતી. જોકે આ પહેલા ઘણી ફિલ્મોમાં કૈમિયો રોલ કરી ચુક્યા છે. ત્યારબાદ તેઓ નવાજુદીન સિદ્દિકીની ફિલ્મ ‘ધૂમકેતુ’ (2016) અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ ‘અકીરા’ (2016)માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે એક પોલીસ ઓફિસરના કેરેક્ટરમાં વિલનનો અદ્ધભુત રોલ પ્લે કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news