અર્જુનની માતાનું નિધન, અંતિમ સંસ્કારમાં જોવા મળી Ex. વાઇફ- ગર્લફ્રેંડ

આ દુખની ઘડીમાં અર્જુન રામપાલનાં માંના અંતિમ સંસ્કારમાં તેમની ગર્લફ્રેંડ ગેબરીલા પણ જોવા મળી હતી

અર્જુનની માતાનું નિધન, અંતિમ સંસ્કારમાં જોવા મળી Ex. વાઇફ- ગર્લફ્રેંડ

મુંબઇ : બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલના માંનું રવિવારે નિધન થઇ ગયું. લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બિમારી સામે જઝુમી રહેલા અર્જુનનાં માં ગ્વેન રામપાલે મુંબઇમા અંતિમ શ્વાસ લીધા. અર્જુન રામપાલનાં માંને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. આ અંગે ગત્ત દિવસોમાં એક્ટરે ટ્વીટર પર પણ માહિતી શેર કરી હતી. 

આ દુખની ઘડીમાં અર્જુન રામપાલની માંના અંતિમ સંસ્કારમાં તેની ગર્લફ્રેંડ ગૈબરીલા પણ જોવા મળી હતી. બંન્ને લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. અર્જુન રામપાલના માંના અંતિમ સંસ્કારમાં તેમની એક્સ વાઇફ મેહરા પણ પહોંચ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં અર્જુન અને મેહરે પોતાનાં 20 વર્ષ જુના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. 

હાલ અર્જુનને ઘણીવાર મોડલ ગેબરીલા સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર બંન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. અર્જુન ગેબરિલાની મુલાકાત ગત્ત દિવસોમાં એક ક્રિકેટ સીરિઝ દરમિયાન થઇ હતી. હાલ બંન્નેની મિત્રતા અંગે અર્જુન રામપાલ તરફથી કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. 

અર્જુન રામપાલનાં માંના અંતિમ સંસ્કારમાં ડાયરેક્ટર અભિષેક કપુર પણ પહોંચ્યા. અર્જુન રામપાલની માંના અંતિમ સંસ્કારમાં ફિલ્મ સ્ટાર પણ પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારના તમામ પ્રકારની ધાર્મિક વિધિ સ્મશાન ઘાટ પર પહોંચ્યા હતા. અર્જુન રામપાલની મિત્ર કિમ શર્મા પણ જોવા મળ્યા હતા. કિમ અહીં પોતાના બોયફ્રેંડ અને એક્ટર હર્ષવર્ધન રાણેની સાથે જોવા મળી હતી. કિમ લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news