વર્ષો પછી બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનર્જીના મૃત્યુ પર X-BFનો ચોંકાવનારો ખુલાસો

Pratyusha Banerjee: પ્રત્યુષા બેનર્જીના મૃત્યુને 7 વર્ષ થઈ ગયા છે. 7 વર્ષ પહેલા અભિનેત્રીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. હવે એક્ટ્રેસના બોયફ્રેન્ડે મોતને લઈને મોટો ખુલાસો કર્યો છે

વર્ષો પછી બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનર્જીના મૃત્યુ પર X-BFનો ચોંકાવનારો ખુલાસો

Pratyusha: 7 વર્ષ પહેલા 'બાલિકા વધૂ'થી ફેમસ બનેલી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. એ સમયે એવા અહેવાલ હતા કે અભિનેત્રીએ તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ સમયે પરિવારજનોએ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર તેના મોતનો આરોપ લગાવ્યો હતો. જોકે, થોડા દિવસ જેલમાં રહ્યા બાદ રાહુલ બહાર આવ્યો હતો. પરંતુ હવે અભિનેત્રીના મૃત્યુના ઘણા વર્ષો બાદ રાહુલે પ્રત્યુષાના મૃત્યુ અંગે એવો ખુલાસો કર્યો છે કે તે બધાને ચોંકાવી દે છે.

પાર્ટી એક દિવસ પહેલા હતી
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, પ્રત્યુષા બેનર્જીના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે અભિનેત્રીની આત્મહત્યા અને તેના એક દિવસ પહેલા શું થયું હતું તે વિશે ઘણી બધી બાબતો કહી. પ્રત્યુષાના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ રાજે કહ્યું- અભિનેત્રીના મૃત્યુ સાથે તેને કોઈ લેવાદેવા નથી. અમે બંનેએ આપઘાતની આગલી રાત્રે પાર્ટી કરી હતી. આ સાથે રાહુલે જણાવ્યું કે પ્રત્યુષાએ આત્મહત્યા કરી નથી.

આ પણ વાંચો:
ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર: અંબાલાલ પટેલની આ આગાહી ઉંઘ હરામ કરી દેશે, ખાસ વાંચજો
સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, વ્યાપારિક મંદીની શક્યતા
G20 Summit 2023: પાકિસ્તાન અને ચીનની ચાલ પર ભારતે કેવી રીતે પાણી ફેરવી દીધું? જાણો

 
આત્મહત્યા કરી નથી
રાહુલ રાજે ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે 'મને નથી લાગતું કે પ્રત્યુષાએ આત્મહત્યા કરી હોય. તે દિવસે પ્રત્યુષા ડરાવવા માટે સુસાઈડ વીડિયો બનાવી રહી હતી. તે અવારનવાર આવું કરતી હતી. તે દરમિયાન તેનો પગ લપસી ગયો હોવો જોઈએ અને તે અસંતુલિત થઈ ગઈ હોવી જોઈએ. જેના કારણે આ ઘટના બની હતી.

પ્રત્યુષા પોતે પણ દેવાથી પરેશાન હતી
આ સાથે રાહુલ રાજે કહ્યું કે, પ્રત્યુષા પોતે તેના માતા-પિતાના દેવાથી પરેશાન હતી. હું પોતે તેને લોન ચૂકવવામાં મદદ કરતો હતો. હું પ્રત્યુષાની માતા સાથે વાત કરતો હતો પરંતુ તેના મૃત્યુ બાદ તે લોકો બદલાઈ ગયા અને ઉલટું મારા પર આરોપ લગાવવા લાગ્યા. કામ્યા પંજાબી સિવાય રાહુલે ઘણા સ્ટાર્સ પર પ્રત્યુષાના માતા-પિતાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રત્યુષાએ સીરિયલ 'બાલિકા વધૂ'માં આનંદીનો રોલ કર્યો હતો. આ પાત્ર ભજવીને તે ઘણી લોકપ્રિય બની હતી. પરંતુ વર્ષ 2016માં અભિનેત્રીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પ્રત્યુષાની ઉંમર માત્ર 24 વર્ષની હતી.
આ પણ વાંચો:
ગોઝારો રવિવાર! વડોદરા-કચ્છમાં બનેલી બે મોટી ઘટનામાં 6ના મોત, સાંભળીને હૃદય ચીરાઈ જશે
સનરાઇઝર્સ હૈદરાબાદે મેળવી સીઝનની પ્રથમ જીત, ત્રિપાઠીની શાનદાર અડધી સદી
હાશ સારું થયું, કોરોના 'બેસી ગયો'! જાણો ગુજરાતમાં આજે કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news