આય હાય.... આ એક્ટ્રેસનો આખેઆખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

કોરોના વાયરસ (Coronavirus) ની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ વધીને 77 ટકાથી વધુ થઈ ગયો છે. દેશની રાજધાનીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 2089 કેસ સામે આવ્યા છે. જેના બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.09 લાખથી વધુ થઈ ગઈ છે. જોકે, રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધી કોરોનાના કુલ 84694 દર્દીઓ સાજા પણ થયા છે. 

Updated By: Jul 11, 2020, 08:20 AM IST
આય હાય....  આ એક્ટ્રેસનો આખેઆખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ વધીને 77 ટકાથી વધુ થઈ ગયો છે. દેશની રાજધાનીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 2089 કેસ સામે આવ્યા છે. જેના બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.09 લાખથી વધુ થઈ ગઈ છે. જોકે, રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધી કોરોનાના કુલ 84694 દર્દીઓ સાજા પણ થયા છે. 

સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું

તો બીજી તરફ, બાંગ્લા ફિલ્મોની એક્ટ્રેસ કોયલ મલ્લિક (Koel Mallick) અને તેના પિતા તેમજ એક્ટર રંજીત મલ્લિક કોવિડ-19 સંક્રમિત થયા છે. કોયલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. તેણે કહ્યું કે, તેના ઉપરાંત તેના માતા-પિતા, પતિ નિશપાલ સિંહ ઉર્ફે રાણે પણ કોવિડ-19 પોઝિટિવ નીકળ્યા છે. આવામાં તમામ લોકોએ પોતાને ક્વોરેન્ટાઈન કરી દીધા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Venice 💛

A post shared by Koel Mallick (@yourkoel) on

કોયલે પોસ્ટમાં લખ્યું કે, માતા, પિતા, રાણે અને હું કોવિડ-19 પોઝિટિવ બન્યા છીએ. અમે બધા સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. કોયલે તાજેતરમાં 5 મેના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે કોયલની પોસ્ટ બાદ હવે બાંગલા ઈન્ડસ્ટ્રીમાં બધા લોકો તેને જલ્દી સાજા થવાની શુભેચ્છા મોકલી રહ્યાં છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર