સ્કૂલના દિવસોમાં કંઇક આવી દેખાતી હતી જાણિતી અભિનેત્રી, નામ જાણી થઇ જશો Shocked

દીપિકા પાદુકોણ (Deepika Padukone) સોશિયલ મિડીયા પર એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તે પોતાના ફોટો વીડિયો શેર કરતી રહે છે. દીપિકાએ તાજેતરમાં જ થોડીવાર પહેલાં પોતાના થ્રોબૈક ફોટો શેર કર્યા છે.

Updated By: Jul 10, 2020, 08:43 PM IST
સ્કૂલના દિવસોમાં કંઇક આવી દેખાતી હતી જાણિતી અભિનેત્રી, નામ જાણી થઇ જશો Shocked

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone) સોશિયલ મિડીયા પર એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તે પોતાના ફોટો વીડિયો શેર કરતી રહે છે. દીપિકાએ તાજેતરમાં જ થોડીવાર પહેલાં પોતાના થ્રોબૈક ફોટો શેર કર્યા છે. આ ફોટોને જોઇને લાગી રહ્યું છે કે આ ફોટો તેમની સ્કૂલના દિવસોના કોઇ ટ્રિપ દરમિયાનના છે. દીપિકા પાદુકોણના યંગ ટાઇમની આ ફોટોમાં એકદમ માસૂમ લાગી રહી છે. એક ફોટોમાં જ્યાં તેમનું ધ્યાન કેમેરા પર નથી તો બીજી તરફ ફોટોમાં તે ફોટો ક્લીક કરતી જોવા મળી રહી છે. 

દીપિકાએ પોતાના આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'તે કહે છે કે આગ જુઓ. પરંતુ ક્યારેક-ક્યારેક તમે પોતાને યાદ અપાવો કે તમે ક્યાંથી આવ્યા છો. આ યાત્રા દરમિયાન તમે ક્યાં પહોંચ્યા છો જેને પ્રાપ્ત કરવા માટે તમે કંઇ કર્યું.

દીપિકા પાદુકોણની મોટાભાગની પોસ્ટ પર તેમના પતિ રણવીર સિંહ કમેંટ કરે છે તો આશા છે કે આ ફોટો અને કેપ્શન પર તે પણ જરૂર કંઇક લખે. તાજેતરમાં જ રણવીર સિંહે બર્થ સેલિબ્રેટ કર્યો હતો જેના પર દિપીકાએ તેમના એક ફોટા સાથે તેમને જન્મદિવાની શુભેચ્છાઓ પાઠવી હતી. દીપિકાની દરેક પોસ્ટ ફેન્સને ખૂબ પસંદ આવે છે. લોકડાઉન દરમિયાન પણ દીપિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#happysunday

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા હાલ પોતાના પરિવાર પર ફોકસ કરી રહી છે. રણવીર સિંહની ફિલ્મ '83'માં તે જોવા મળશે. આ ફિલ્મમાં તે તેમની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. લગ્ન પછી દીપિકા રણવીરની આ ફિલ્મ હશે. દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'છપાક'માં જોવા મળી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી.

 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube