બોલીવૂડ એક્ટરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ દિવસ પહેલા ઉજવ્યો હતો જન્મદિવસ

અભિનેતા રમેશ દેવ (Ramesh Deo) નું હાર્ટ એટેકથી અવસાન થયું. તેણે ત્રણ દિવસ પહેલા પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતા રમેશ દેવના નિધનથી તેમના ચાહકો ખૂબ જ દુખી છે.

બોલીવૂડ એક્ટરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ દિવસ પહેલા ઉજવ્યો હતો જન્મદિવસ

નવી દિલ્હીઃ વરિષ્ઠ અભિનેતા રમેશ દેવ (Ramesh Deo) નું 93 વર્ષની વયે નિધન થયું છે. રમેશ દેવે 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા અને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હાર્ટ એટેકથી રમેશ દેવના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે. તેમના પુત્ર અજિંક્ય દેવે તેમના મૃત્યુની માહિતી આપી હતી.

રમેશ દેવનું નિધન
ત્રણ દિવસ પહેલા રમેશ દેવે પોતાનો 93 મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે તેઓ જન્મદિવસની ઉજવણી કરીને આટલી જલ્દી આ દુનિયા છોડી જશે. તેમના જન્મદિવસ નિમિત્તે ચાહકોએ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, રમેશ દેવે બ્લેન્ક પેપર અને ટોય સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મો અને મરાઠી થિયેટરમાં પણ કામ કર્યું.

ઘણી હિન્દી ફિલ્મોમાં કર્યું કામ
બોલીવૂડ ફિલ્મોમાં રમેશ દેવની સફર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ આરતીથી શરૂ થઈ હતી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી. તેમની મુખ્ય ફિલ્મો છે- આઝાદ દેશ કે ગુલામ, ઘરાના, સોને પે સુહાગા, ગોરા, મિસ્ટર ઈન્ડિયા, કુદરત કા કાનૂન, દિલજલા, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે, ઇલજામ, પથ્થર દિલ,  મેં આવારા હું, તકદીર, શ્રીમાન શ્રીમતી, દૌલત, અશાંતિ, હથકડી, ખુદ્દાર, દહેશત, બોમ્બે એટ નાઇટ, હીરાલાલ પન્નાલાલ, યહી હૈ જિંદગી, ફકીરા, આખરી દાવ, સુનહરા સંસાર, જમીર, એક મહેલ હો સપના કા, સલાખે, 36 ઘંટે, પ્રેમ નગર, ગીતા મેરા નામ, કોરો કાગજ, કસૌટી , જેસે કો તેસા, જમીન આસમાન, જોરુ કા ગુલામ , બંસી બિરજુ , યહ ગુલિસ્તાં હમારા, હલચલ, મેરે અપને, સંજોગ, બનફૂલ, આનંદ, દર્પણ, ખિલોના, જીવન મૃત્યુ, શિકાર અને સરસ્વતીચંદ્ર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news