કોઈએ છાતી પર હાથ મુક્યો, કોઈએ જોડે સુવા કહ્યું! નવી આવેલી અભિનેત્રીઓની આવી છે હાલત...
casting couch: અપ્સરા જેવી અભિનેત્રીઓ પણ બની છે શિકાર, 5 ડિરેક્ટરને ખુશ કરીશ તો જ રિમેકમાં મળશે રોલ. સાઉથમાં ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે.
Trending Photos
Casting Couch: કાસ્ટિંગ કાઉચ એટલે ઓફર...એવી ઓફર કે જેમાં કામ અને રૂપિયાને બદલે અપ્સરા જેવી દેખાતી હિરોઈનને એક રાત માટે કે એક કલાક માટે ઓફર કરાય. કેટલીકવાર તો એગ્રિમેન્ટ, કરાર, કોન્ટ્રાક્ટ જેવા સારા શબ્દોને આધારે હિરોઈનને ઓફર કરાય જો તે હા પાડે તો ફાયનલ નહીં તો બહારનો દરવાજો દેખાડી દેવાય છે. આ માત્ર બોલિવૂડ જ નહીં, સાઉથ સિનેજગત પણ કાસ્ટિંગ કાઉચના ચુંગાલમાંથી બચી શક્યું નથી.
અપ્સરા જેવી અભિનેત્રીઓને અડપલાં! કોઈએ છાતી પર હાથ મુક્યો તો કોઈએ બ્રા કાઢવા કહ્યું. ડિરેક્ટરો અને એક્ટરો દ્વારા ફિલ્મ આપવા માટે અભિનેત્રીઓ સાથે રાખવામાં આવતી હતી જોડે સુવાની શરત. સાઉથમાં ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જે બાદ આ સુંદરીઓએ કાસ્ટિંગ કાઉચના મુદ્દે ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો છે. આ ખાસ લિસ્ટમાં અભિનેત્રી નયનતારાથી લઈને અનુષ્કા શેટ્ટી સુધીની અભિનેત્રીઓનો સમાવેશ છે. જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચની પીડા અનુભવી છે. અહીં જુઓ આ અભિનેત્રીઓની યાદી અને કાસ્ટિંગ કાઉચ સંબંધિત તેમના અનુભવો.
નયનતારા (Nayanthara)-
અભિનેત્રી નયનતારાએ પણ તાજેતરમાં તેના ખરાબ કાસ્ટિંગ કાઉચ અનુભવને યાદ કર્યો અને કેવી રીતે પ્રારંભિક તબક્કામાં, નિર્માતાઓએ તેને મોટી ફિલ્મમાં કામ કરવા ફેવર કરવા માટે કહ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ઓફર ઠુકરાવી દીધી અને પોતાની અભિનય પ્રતિભાના સહારે આગળ વધવાનું નક્કી કર્યું.
ઐશ્વર્યા રાજેશ (Aishwarya Rajesh)-
ઐશ્વર્યા રાજેશ તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચના મુદ્દે પણ ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો કાસ્ટિંગ કાઉચની ઓફરને એડજસ્ટમેન્ટ, કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ જેવા શબ્દોથી છુપાવે છે. અભિનેત્રીએ કહ્યું, 'પહેલાં તે વધારે હતું. ફિલ્મમાં કામ કરવા પર લોકો કહેતા હતા કે બસ અડધો કલાક માટે જાવ અને પાછા આવી જાઓ.
પાર્વતી (Parvathy)-
અભિનેત્રી પાર્વતી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી સ્ટાર છે. અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચનો પણ અનુભવ કર્યો છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેને કામની વચ્ચે બ્રેક આપવામાં આવશે. આના પર અભિનેત્રીએ તરત જ કહ્યું, 'ક્યા બ્રેક, યાર? મેં મારું કામ પહેલેથી જ કરી લીધું છે અને મને નથી લાગતું કે મારે બીજું કંઈ કરવાની જરૂર છે. આ
વરલક્ષ્મી સાર્થકુમાર (Varalaxmi Sarathkumar)-
તેલુગુ ફિલ્મ અભિનેત્રી વરલક્ષ્મી સાર્થકુમારને પણ કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. વરલક્ષ્મીએ જણાવ્યું કે સાર્થકુમારની પુત્રી હોવા છતાં તેણે કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો. તેમને પણ દિગ્દર્શકો, નિર્માતાઓ અને હીરોની માંગણીઓ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેને વરલક્ષ્મીએ હંમેશા નકારી કાઢ્યું અને પોતાના દમ પર પોતાનો રસ્તો બનાવ્યો.
શ્રુતિ હરિહરન (Sruti Hariharan)-
કન્નડ ફિલ્મ અભિનેત્રી શ્રુતિ હરિહરને પણ ખુલાસો કર્યો હતો કે એકવાર એક જાણીતા તમિલ નિર્માતાએ તેની કન્નડ ફિલ્મના અધિકારો ખરીદી લીધા હતા અને તેને રિમેકમાં તેને કાસ્ટ કરવા કહ્યું હતું, જો કે તે ફિલ્મના પાંચ નિર્માતાઓ સાથે સૂવા માટે તૈયાર હોય તો. આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, 'મેં એમ કહીને બદલો લીધો કે હું મારા હાથમાં ચપ્પલ લઈને ફરું છું.' અભિનેત્રીએ જણાવ્યું કે આ પછી તેને ક્યારેય તમિલ સિનેમાની કોઈ ઓફર મળી નથી.
શ્રી રેડ્ડી (Sri Reddy)-
અભિનેત્રી શ્રીરેડ્ડી પણ ઘણી વખત ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ બોલી ચૂકી છે. અભિનેત્રીએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. જેના વિરોધમાં અભિનેત્રી એક વખત કપડાં વગર રસ્તા પર આવી ગઈ હતી.
અનુષ્કા શેટ્ટી (Anushka Shetty)-
અભિનેત્રી અનુષ્કા શેટ્ટી એક લોકપ્રિય નામ છે. બાહુબલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ છે. જો કે, તેના મુંહ ફટ વલણને કારણે તેણે ક્યારેય તેનો અનુભવ કર્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે