અમૃતસર દૂર્ઘટના: આલિયા ભટ્ટે ગુસ્સામાં કહ્યું, ‘બેદરકારીનું ઉદાહરણ છે આ ઘટના’

દેશ ભરમાં અમૃતસર દુર્ઘટનાના વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. જોતજોતામાં સોશિયલ મીડિયા પર દશેરાની ઉજવણી સમગ્ર દેશ માટે શોકમાં ફેરવાઇ ગઇ હતી. એવામાં જ બોલીવુડના સ્ટાર્સે પણ અમૃતસર દુર્ધટના પર શોક વ્યક્ત કર્યો હતો.

અમૃતસર દૂર્ઘટના: આલિયા ભટ્ટે ગુસ્સામાં કહ્યું, ‘બેદરકારીનું ઉદાહરણ છે આ ઘટના’

નવી દિલ્હી: જયારે ખુશીઓની ઉજવણી કરતી વખતે અચાનક શોક થાય છે, તો તે હકીકત છે કે દુર બેઠેલા લોકો પણ દુ:ખ અને શોકની લાગણીઓમાં ડૂબી જાય છે. ખાસકરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રી તો દેશમાં આવેલી કોઇપણ મુશ્કેલીમાં જનતાની સાથે હોય છે. કંઇક એવું જ થયું શુક્રવારની રાત્રે, જ્યારે અચાનક દશેરાની ઉજવણી કરતા દેશ ભરમાં અમૃતસર દુર્ઘટનાના વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. જોતજોતામાં સોશિયલ મીડિયા પર દશેરાની ઉજવણી સમગ્ર દેશ માટે શોકમાં ફેરવાઇ ગઇ હતી. એવામાં જ બોલીવુડના સ્ટાર્સે પણ અમૃતસર દુર્ધટના પર શોક વ્યક્ત કર્યો હતો.

આ સ્ટાર્સમાં કેટાલાકે દુ:ખ વ્યક્ત કર્યું તો કેટલાકના શબ્દોમાં સરકારની બેદરકારી પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આલિયા ભટ્ટે રાત્રે 10 લાગે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘#AmritsarTrainAccident દિલના ધબકારા વધી ગયા છે, ભયાનક ઘણી ભયાનક ઘટના થઇ છે... આ માત્ર વધુ એક ઉદાહરણ છે સાવધાની અને સુરક્ષા પ્રતી આપણી મોટી બેદરકારી પૂર્ણ દૃષ્ટિકોણનું... બધા માચે પ્રાર્થનાઓ’

— Alia Bhatt (@aliaa08) October 20, 2018

ત્યારે ફરહાન અખ્તર પણ થોડા ગુસ્સામાં જોવા મળ્યો, તેણ લખ્યું હતું કે, ‘અમૃતસરમાં ઘણા લોકોની મૃત્યુ અંગેના સમાચાર વિશે મને દુઃખ થાય છે. સાર્વજનિક સ્થળો પર સુરક્ષાને લઇ વધુ ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. આ દુર્ઘટના દ્વારા અસરગ્રસ્ત તમામ પરિવારો માટે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’ 

— Farhan Akhtar (@FarOutAkhtar) October 19, 2018

અનિલ કપૂરે ઘણા તટસ્ત રહેતા તેમની સંવેદનાઓ વ્યક્ત કરી છે. અનિલે લખ્યું હતું કે, ‘એક દુ:ખદ દૂર્ઘટના જે માત્ર પ્રથમ સાવચેતી સાથે રોકી શકાઇ હોત. મૃતકોના પરિવારો માટે મારી પ્રાર્થનાઓ છે. ઇજાગ્રસ્તો જલ્દી હેલ્થ રિકવરી કરે તેની આશા વ્યક્ત કરું છું.’

આ ઘટના પર અનુપમ ખેરે કહ્યું હતું કે, ‘અમૃતસરમાં દૂર્ઘટનાગ્રસ્ત ટ્રેન દૂર્ઘટનાથી ભયભીત છું, મારા દિલને મોટો આઘાત લાગ્યો છે. મારુ દિલ તે લોકો પાસે જ છે જેમણે આ દૂર્ઘટનામાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ભગવાન તેમને આ ભયાનક દૂર્ઘટના સામે લડવાની તાકાત અને સાહસ આપે. સહાનુભૂતિ અને પ્રાર્થનાઓ...’

— Anil Kapoor (@AnilKapoor) October 19, 2018

આ ઘઠનામાં રણદીપ હુડ્ડા વધારે દુ:ખી જોવા મળ્યા, તેણે લખ્યું હતું કે, અમૃતસરની આ ઘટના ખુબ જ સંવેદનશીલ છે, ભગવાને તે પરિવારોને તાકાત આપવાની પ્રાર્થના કરુ છું. આ ઘટના હચમાચાવી દેનારી અને ચોકાવનારી ટ્રેન દૂર્ઘટના છે.’

— Anupam Kher (@AnupamPKher) October 19, 2018

દશેરા પર પંજાબ અને અમૃતસર પાસે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની નીચે આવી ગયા હતા. અમૃતસરના મનાવલા અને ફિરોઝપુર સ્ટેશનોની વચ્ચે આ ઘટના બની હતી. આ ઘટનામાં 61 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. 80 લોકો ઘાયલ જણાવી રહ્યાં છે જેમાંથી 30ની હાલત વધુ ગંભીર છે. પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કોર રાવણ દહન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. તેમણે જણાવ્યું કે કોઇને પણ નથી ખબર કે આ દૂર્ઘટના કેવી રીતે બની છે. બીજી બાજુ, સાક્ષીઓ દાવો કરે છે કે જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે ટ્રેન દ્વારા હોર્ન વગાડવું જોઈતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news