બોમન ઈરાનીના માતાનું નિધન, અભિનેતાએ ઇમોશનલ પોસ્ટ લખી આપી જાણકારી

અભિનેતા બોમન ઈરાનીએ પોતાના માતાને યાદ કરતા ફેસબુક પર એક પોસ્ટ લખી- જ્યારે તે માત્ર 32 વર્ષના હતા તો તેમણે મારા માટે માં અને પિતા બન્નેની ભૂમિકા અદા કરી. 

બોમન ઈરાનીના માતાનું નિધન, અભિનેતાએ ઇમોશનલ પોસ્ટ લખી આપી જાણકારી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીના માતાનું નિધન  (Boman Irani Mother Passes Away) થયું છે. અભિનેતાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. તેમણે જણાવ્યું કે, તેમના 94 વર્ષીય માતાએ નીંદરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. 

બોમને માતાની તસવીર શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- માં ઈરાનીએ નીંદરમાં આ દુનિયાને શાંતિથી અલવિદા કહી દીધું. તેઓ 94 વર્ષના હતા, તેમણે 32 ઉંમરથી જ મારા માટે માં અને પિતા, બન્નેની ભૂમિકા નિભાવી હતી. 

ભોજન અને ગીત હતા પસંદ
બોમને આગળ લખ્યુ- જ્યારે તેઓ મને ફિલ્મો માટે મોકલતા હતા તો હંમેશા તે વાતનું ધ્યાન રાખતા હતા કે કમ્પાઉન્ડ કિડ્સ મારી સાથે રહે. તે હંમેશા કહેતા હતા કે પોપકોર્ન ન ભૂલતો. તેને પોતાનું ભોજન અને ગીત પસંદ હતા. તેની સાથે તે ઝડપથી વિકીપીડિયા અને આઈએમડીબી પર તત્કાલ ફેક્ટ ચેક કરતા રહેતા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boman Irani (@boman_irani)

લોકોને ખુશી આપવાનું કહેતા હતા
બોમન લખે છે, તેઓ હંમેશા કહેતા હતા કે તું અભિનેતા એટલા માટે નથી કે લોકો તારી પ્રશંસા કરે. તું એક અભિનેતા છો જેથી તુ લોકોને ખુશી આપી શકે. હંમેશા લોકોને ખુશી આપો. છેલ્લી રાત્રે તેમણે મલાઈ કુલ્ફી અને કેરી માંગી હતી. તે ઈચ્છત તો ચાંદ અને તારા પણ માંગી શકતી હતી. તે એક સ્ટાર હતા અને હંમેશા રહેશે. 

લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
બોમનની આ પોસ્ટ પર સેલિબ્રિટી અને ફેન્સ તેમના માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મહત્વનું છે કે પાછલા વર્ષે 18 નવેમ્બરે બોમને પોતાના માતાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને તેના પર એક પોસ્ટ શેર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news