Mumbai Drugs Case: આઇલેન્સના કરવામાં છુપાવી હતી કોકીન, આરોપીઓ પાસેથી મળ્યો આ નશાકારક સામાન
સૂત્રો પ્રમાણે એનસીબીને રેવ પાર્ટી થવાના ઇનપુટ 15 દિવસ પહેલા મળી ગયા હતા. તેથી અધિકારી તૈયારી સાથે દરોડા પાડવા પહોંચ્યા હતા.
Trending Photos
મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી (Rave Party) પર રેડ પાડી, ત્યારબાદ 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રવિવારે સાંજ સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન પણ સામેલ છે. આ વચ્ચે એનસીબીના ટોપ સૂત્રોએ ખુલાસો કર્યો કે પાર્ટીમાં એક આરોપી કોઈની પકડથી બચવા માટે આઈલેન્સના કવરમાં કોકીન (Cocaine) છુપાવીને લાવ્યો હતો.
15 દિવસ ચાલી હતી રેડની તૈયારી
એનસીબીના ટોપ સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, મુંબઈમાં યોજાનારી રેવ પાર્ટીની માહિતી વિભાગને પહેલાથી મળી ગઈ હતી. પાછલા 15 દિવસથી એનસીબીની ટીમ આ ઓપરેશનની તૈયારી કરી રહી હતી. શનિવારે સવારે 22થી 22 અધિકારીઓની ટીમ સર્ચ વોરન્ટ લઈને એનસીબી ઓફિસથી નિકળી હતી. બધા અધિકારી સાદા કપડામાં હતા. તેથી તે પાર્ટીમાં કોઈ શંકા કે મુશ્કેલી વગર સામેલ થઈ શકે છે. પરંતુ પાર્ટી શરૂ થતાં પહેલા એનસીબીએ તપાસ શરૂ કરી દીધી હતી. અધિકારી બધાને રૂમમાં લઈ ગયા અને ત્યાં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 8 લોકોની પાસે નશાકારક પદાર્થ મળી આવ્યો હતો, ત્યારબાદ બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આરોપીઓ પાસેથી મળી આવી આ વસ્તુ
આ 8 લોકોમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ પણ સામેલ છે. એનસીબીએ પહેલા આ બધાની પૂછપરછ કરી અને પછી રવિવારે બપોરે આર્યન સહિત 3 આરોપીઓને પ્રતિબંધિત પદાર્થનું સેવન, વેચાણ અને ખરીદમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. સૂત્ર અનુસાર આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ સિવાય 1.33 લાખ રોકડ મળી છે, જેને જપ્ત કરી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે