Jimmy Carter Dies at 100: ભારતના આ ગામડા સાથે જિમી કાર્ટરને હતો 'ખાસ સંબંધ', ગ્રામીણોનો સીધો વ્હાઈટ હાઉસ સાથે હતો સંપર્ક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થયું. તેઓ ભારતની મુસાફરી કરનારા ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા. સૌથી ખાસ વાત એ છે તેમના નામ પર ભારતમાં એક ગામડું છે. ખુબ રસપ્રદ છે આ કિસ્સો. 

Jimmy Carter Dies at 100: ભારતના આ ગામડા સાથે જિમી કાર્ટરને હતો 'ખાસ સંબંધ', ગ્રામીણોનો સીધો વ્હાઈટ હાઉસ સાથે હતો સંપર્ક

Jimmy Carter Dies at 100: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થયું. તેઓ ભારતની મુસાફરી કરનારા ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા. સૌથી ખાસ વાત એ છે કે તેમણે ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી નજીક ગુરુગ્રામના એક ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમની નિશાની સ્વરૂપે આ ગામનું નામ કાર્ટરપુરી રાખવામાં આવ્યું હતું. 

1976માં કરી હતી મુલાકાત
વર્ષ 1924માં જન્મેલા જિમી કાર્ટર અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ હતા. તેઓ 1977થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ભારતમાં ઈમરજન્સી બાદ જનતા પાર્ટીની સરકાર બની હતી. તેઓ 1978માં ભારત આવ્યા હતા અને 2 જાન્યુઆરીના રોજ તેમણે ભારતીય સંસદને સંબોધન પણ કર્યું હતું. તેમણે તાનાશાહી વિરુદ્ધ પણ વાત કરી હતી. 

કેવી રીતે ગામનું નામ પડ્યું કાર્ટરપુરી
તેઓ 3 જાન્યુઆરીના રોજ પત્ની રોસાલિન કાર્ટર સાથે હરિયાણાના ગુરુગ્રામના દૌલતાબાદ-નસીરાબાદ ગયા હતા. તેમનો આ પ્રવાસ ખુબ સફળ રહ્યો હતો. ત્યારબાદ ત્યાંના લોકોએ આ ગામનું નામ કાર્ટરપુરી રાખી દીધુ હતું. એટલું જ નહીં જિમી કાર્ટર જ્યાં સુધી વ્હાઈટ હાઉસમાં હતા  ત્યાં સુધી તેઓ આ ગામના લોકો સાથે સંપર્કમાં રહ્યા હતા. 

નોબેલ પુરસ્કાર મળતા જશ્ન
જિમી કાર્ટર જ્યારે રાષ્ટ્રપતિ પદેથી હટ્યા તો ત્યારબાદ કાર્ટર સેન્ટરના માધ્યમથી લોકોની મદદ કરતા હતા. આ સંસ્થા માનવીય કાર્યોમાં પરોવાયેલી રહેતી હતી. જેના કારણે વર્ષ 2002માં જિમી કાર્ટરને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો  હતો. જ્યારે તેમને આ પુરસ્કાર મળ્યો હતો ત્યારે કાર્ટરપુરી ગામમાં ઉજવણી થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news