Salman Khan પાસે કેટલી સંપત્તિ છે? કોણ બનશે બોલીવુડના દબંગ ખાનની કરોડોની પ્રોપર્ટીનો વારસદાર?
ક્યારે લગ્નના તાંતણે બંધાશે અબજોના આસામી સુલ્લુભાઈ? કોણ છે સલમાન ખાનની પસંદ? આવા અનેક સવાલોના રસપ્રદ જવાબો જાણવા માંગે છે ચાહકો.
Trending Photos
નવી દિલ્લીઃ બોલિવુડના સુલ્તાન સલમાન ખાન તેમના લગ્નને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. ફૈન્સ તેમના લગ્નની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ફેન્સની આ ઈચ્છા ક્યારે પુરી થશે તેતો દબંગ ખાન જ કહી શકે. જો કે આ બધાની વચ્ચે તમે એ નહીં જાણતા હોવો કે સલમાન ખાન પાસે કેટલી સંપત્તિ છે?. કરોડોના આસામી સલ્લુભાઈને ખરેખર કેટલી છે સંપત્તિ?. જુઓ આ ખાસ અહેવાલમાં.
બોલિવુડના ત્રણ ખાનોમાંથી એક એટલે સલમાન ખાન, તેઓ હંમેશા ક્યારે લગ્ન કરશે તેને લઈ ચર્ચામાં રહે છે. ફેન્સ વર્ષોથી એ શુભ ઘડીને ઈન્તજાર કરી રહ્યા છે કે ભાઈજાન ક્યારે ઘોડી પર ચડે છે. અને આવા સમાચાર તમે ઘણીવાર સાંભળ્યા હશે. હમણાંથી સલમાન ખાનની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે. પરંતુ તેમના ચાહકોમાં કોઈ જ કમી નથી આવી. સલમાન ખાન 56 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ હજુ કુંવારા છે, અને હજુ પણ તેઓ લગ્નના મુડમાં દેખાતા નથી.
કેટલી છે સલમાન ખાનની સંપત્તિ?
ફિલ્મો અને જાહેરાતથી સલમાન ખાન દર વર્ષે મોટી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ દબંગ ખાન પાસે કુલ 2300 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સલમાન બોલિવુડમાં સૌથી વધારે ફી લેનારા સ્ટાર્સમાંથી એક છે. સલમાન પાસે લગ્ઝરી ગાડીઓ અને કરોડોની પ્રોપર્ટી છે, સલમાન છેલ્લા 34 વર્ષથી બોલિવુડમાં કામ કરી રહ્યા છે, જેમાં તેમણે `હમ આપકે હૈ કૌન', `મૈને પ્યાર કિયા', `દબંગ' અને `વોન્ટેડ' જેવી હીટ ફિલ્મો પણ આપી છે.
કોણ છે સલમાનની સંપત્તિના વારસદાર?
સલમાને એક ઈન્ટરવ્યૂમાં એ વાત કરી હતી કે તેમના પછી તેમની કરોડોની સંપત્તિનો માલિક કોણ હશે?. સલમાને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું લગ્ન કરુ કે ન કરુ, પરંતુ મારા પછી મારી અડધી સંપત્તિ ટ્રસ્ટમાં આપી દેવાશે. હા જો હું ક્યારેય લગ્ન નથી કરતો તો મારી સંપૂર્ણ સંપત્તિ ટ્રસ્ટને દાનમાં આપી દેવાશે.
હવે કઈ ફિલ્મોમાં દેખાશે `સુલ્તાન'?
સલમાન ખાન છેલ્લે ફિલ્મ `અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ'માં જોવા મળ્યા હતા. હવે તેમના ફૈન્સને આગામી ફિલ્મનો ઈન્તજાર છે. સલમાન જલદી કેટરીના કૈફ સાથે પોતાની મચએવેડિટ મૂવી `ટાઈગર 3'માં નજરે પડશે. આ ફિલ્મ આગામી વર્ષ એટલે કે 21 એપ્રિલ 2023માં રિલિઝ થશે. ફૈન્સ ફરી એકવાર સલમાન અને કેટરીનાની જોડીને જોવા માટે તલપાપડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે