બોલીવૂડનું આ સેલિબ્રિટી કપલ બેડરૂમમાં થયું રોમેન્ટિક, વીડિયો થયો વાયરલ

હાલમાં જ પ્રખ્યાત કોરિયોગ્રાફર Punit Pathak નો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેની પત્ની સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. ફરી એકવાર તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Updated By: Nov 30, 2021, 06:58 PM IST
બોલીવૂડનું આ સેલિબ્રિટી કપલ બેડરૂમમાં થયું રોમેન્ટિક, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: Punit Pathak ને બોલીવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર માનવામાં આવે છે. તેમની ડાન્સિંગ સ્કિલ સામે સારાસારા લોકો ફેલ થઈ જાય છે. પરંતુ લાંબા સમયથી તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં જ તેનો એક ખાનગી વીડિયો વાયરલ થયો હતો, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. હવે તેનો વધુ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા છવાયો છે.

પુનીતે શેર કર્યો વીડિયો
પ્રખ્યાત કોરિયોગ્રાફર પુનિત પાઠક (Punit Pathak) તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પત્ની નિધિ મુનિ સિંહ (Nidhi Moony Singh) સાથેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ તેણે બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં પુનીત અને નિધિ તેમના બેડરૂમમાં જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કોરિયોગ્રાફરે કેપ્શનમાં લખ્યું કે, 'તે ખરેખર સૂઈ રહી છે કે જાગી રહી છે'.

બોલીવૂડની આ એક્ટ્રેસ સાથે હોટલ રૂમમાં એવું તો શું થયું કે જીવ બચાવીને ભાગવું પડ્યું

પત્નીને જગાડી
આ વીડિયો પુનિત પાઠક (Punit Pathak) એ પોતે બનાવ્યો છે. જ્યારે તે વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે નિધિ તેની આંખો બંધ કરે છે. એવું લાગે છે કે તેણી સૂઈ રહી છે. પછી પુનીતે તેમને હાથ વડે ધક્કો માર્યો. આ પછી નિધિ તેની આંખો ખોલે છે અને જુએ છે કે પુનીત તેનો વીડિયો બનાવી રહ્યો છે. વીડિયોના અંતે, કપલ એકબીજાને ગળે લગાવે છે. ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

ગયા વર્ષે કર્યા હતા લગ્ન
પુનિત પાઠક (Punit Pathak) એ વર્ષ 2020 માં નિધિ મુનિ સિંહ સાથે લગ્ન કર્યા હતા. જો પુનિત-નિધિની લવસ્ટોરીની વાત કરીએ તો બંને પહેલીવાર 'ઝલક દિખલા જા'ના સેટ પર મળ્યા હતા. શો દરમિયાન જ બંને મિત્રો બન્યા, પછી પ્રેમમાં પડ્યા અને 11 ડિસેમ્બર 2020 ના રોજ બંનેએ સાથે લગ્ન કરી લીધા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube