ધમાકેદાર છે ફરહાન અખ્તરનો નવો અંદાજ! જુઓ 'Toofan'નો ફર્સ્ટલુક

ફિલ્મ 'તૂફાન (Toofan)'નો ફર્સ્ટ લુક સામે આવતા જ એકવાર ફરી ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર છવાય ગયો છે. આ ફિલ્મના ફર્સ્ટલુક પર નજર કરો તો તે ખુબ ઇન્ટ્ર્સ્ટિંગ છે.
 

ધમાકેદાર છે ફરહાન અખ્તરનો નવો અંદાજ! જુઓ 'Toofan'નો ફર્સ્ટલુક

નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર ફરહાન અખ્તર (Farhan Akhatar) જ્યાં વધુ એક પોતાની આગમી ફિલ્મ 'ધ સ્કાઈ ઇઝ પિંક (The Sky Is Pink)'ને લઈને ચર્ચામાં છે, તો તેમની વધુ એક ફિલ્મના ફર્સ્ટલુકે હંગામો મચાવી દીધો છે. ફરહાન અખ્તર (Farhan Akhtar)ની ફિલ્મ તૂફાન (Toofan)નો પ્રથમ લુક જારી કરવામાં આવ્યો છે.'

ફિલ્મ 'તૂફાન (Toofan)'નો ફર્સ્ટ લુક સામે આવતા જ એકવાર ફરી ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર છવાય ગયો છે. આ ફિલ્મના ફર્સ્ટલુક પર નજર કરો તો તે ખુબ ઇન્ટ્ર્સ્ટિંગ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર (Farhan Akhatar) બોક્સરની ભૂમિકામાં જોવા મળશે. જુઓ આ પોસ્ટર... 

— Farhan Akhtar (@FarOutAkhtar) September 30, 2019

આ ધમાકેદાર પોસ્ટર રિલીઝ કરતા ફરહાને કેપ્શનમાં લખ્યું છે, 'તોફાન ઉઠશે. ફર્સ્ટલુક, 2 ઓક્ટોબર 2020ના રિલીઝ થઈ રહી છે.' એટલે કે આગામી વર્ષે ગાંધી જયંતિ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 

મહત્વનું છે કે ફિલ્મના ડાયરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મેહરા (Rakeysh Omprakash Mehra) છે. ફિલ્મની ખાસ વાત છે કે ફરહાનની સુપરહિટ ફિલ્મ ભાગ મિલખા ભાગને પણ રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ દિગ્દર્શિત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news