'લાઈફ લૉજિક નહીં, મેજીક કા ખેલ..' Abhishek Bachchan અને Saiyami Kher ની ફિલ્મ 'Ghoomer'નું ટ્રેલર થયું રિલીઝ

Ghoomer Trailer Release: અભિષેક બચ્ચનની નવી ફિલ્મ ઘૂમરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. સૈયમી ખેર સાથે અભિષેક બચ્ચનની જોડી ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે..

'લાઈફ લૉજિક નહીં, મેજીક કા ખેલ..' Abhishek Bachchan અને Saiyami Kher ની ફિલ્મ 'Ghoomer'નું  ટ્રેલર થયું રિલીઝ

Abhishek Bachchan and Saiyami Kher Movie: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન ફરી એકવાર એવી સ્ટોરી સાથે સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે, જે તમને તાળીઓ પાડવા પર મજબુર કરી દેશે અને તમારા દિલને સ્પર્શી જશે. અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ઘૂમરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ઘૂમરના ટ્રેલરમાં લાગણી અને ડ્રામાનું એવું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જે ફિલ્મના ચાહકોને પ્રભાવિત કરી દેશે. ઘૂમરમાં અભિષેક બચ્ચન સાથે સૈયમી ખેરની જોડી જોરદાર લાગી રહી છે, સાથે સાથે દિગ્ગ્જ કલાકારોની ઝલક પણ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

ઘૂમરનું ટ્રેલર ખીચોખીચ ભરેલા સ્ટેડિયમની એક ઝલક સાથે શરૂ થાય છે, જ્યાં ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ મેદાનમાં પ્રવેશતી જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે શું કોઈ એક હાથે દેશ માટે રમી શકે. પછી અભિષેક બચ્ચનની એક ઝલક છે, જે કહે છે 'ના'. સૈયમી ખેરની એન્ટ્રી ધમાકેદાર છે. સફેદ ક્રિકેટ યુનિફોર્મમાં સજ્જ, Saiyami Kher એક બંધ રૂમનો દરવાજો ખખડાવે છે અને અહીંથી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે.

અભિષેક બચ્ચનની ફિલ્મ ઘૂમરની વાર્તા એક શૂટરના જીવનથી પ્રેરિત છે. જેણે એકલા હાથે બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. પરંતુ ફિલ્મ ઘૂમરને ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે, અહીં અભિષેક ક્રિકેટ કોચ બન્યો છે જ્યારે સૈયામીએ ક્રિકેટરની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે સૈયમી, શબાના આઝમી, અંગદ બેદી અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે..

આર. બાલ્કી દ્વારા લિખિત અને નિર્દેશિત ઘૂમર18 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં લાગણીઓ સાથે ડ્રામાનું જબરદસ્ત મિશ્રણ જોવા મળશે. અભિષેક બચ્ચન અને સૈયમી ખેરની ફિલ્મ ઘૂમરનું દમદાર ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ

કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news