લગ્નમાં જતા પહેલા વરુણ ધવનની કારને થયો અકસ્માત

લગ્નમાં જતા પહેલા વરુણ ધવનની કારને થયો અકસ્માત
  • વરુણ પાર્ટીમાં જવા માટે પોતાના વેડિંગ વેન્યૂથી નીકળીને પહોંચ્યા હતા. ત્યાં રસ્તામાં તેમની કારને અકસ્માત થયો
  • વરુણ ધવન ગત બે દિવસોથી અલીબાગમાં છે. અહી તેમના લગ્ન ‘ધ મેન્શન હાઉસ’માં આયોજિત કરાયા

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હવે ગણતરીના કલાકો બાકી છે. વરુણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આજે તેમની મહેંદી અને સંગીત સેરેમની છે. મહેમાનોએ લગ્નના વેન્યૂ પર આવવાનું શરૂ કરી દીધું છે. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન મહારાષ્ટ્રના અલીબાગમાં થવા જઈ રહ્યાં છે. વરુણ ધવન અને નતાશા દલાલ (Natasha Dalal) નો પરિવાર ગઈકાલથી જ અલીબાગ પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે, એક્ટર વરુણ ધવનની કારને અકસ્માત થયો છે.

કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર, અલીબાગમાં વરુણ ધવનની કારને અકસ્માત નડ્યો હતો. વરુણ ધવન ગત બે દિવસોથી અલીબાગમાં છે. અહી તેમના લગ્ન ‘ધ મેન્શન હાઉસ’માં આયોજિત કરાયા છે. આજે 24 જાન્યુઆરીએ તેઓ લગ્નના બંધનમાં બંધાશે. 

આ પણ વાંચો : આ bollywood સ્ટાર્સને ન મળ્યું Varun Dhawan ના લગ્નનું આમંત્રણ

બેચરલ પાર્ટીમાં જતા પહેલા એક્સિડન્ટ
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના પ્રસંગ બે દિવસથી ચાલી રહ્યાં છે. આ ફંક્શન માટે વરુણ અને નતાશાનો આખો પરિવાર અને ફ્રેન્ડ્સ બે દિવસ પહેલા જ વેન્યૂ પર પહોંચ્યા હતા. વરુણ ધવન બેચલર પાર્ટી માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને પિંકવિલાના રિપોર્ટ અનુસાર, વરુણ આ પાર્ટીમાં જવા માટે પોતાના વેડિંગ વેન્યૂથી નીકળીને પહોંચ્યા હતા. ત્યાં રસ્તામાં તેમની કારને અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માત સામાન્ય હોવાથી એક્ટર તથા કારમાં સવાર અન્ય લોકોને કોઈ ઈજા પહોંચી ન હતી. કારને પણ થોડુ નુકસાન થયું હતું. પરંતુ અંદર તમામ લોકો સુરક્ષિત હતા.   

હાલ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન પર સૌના નજર છે. વરુણ ધવનના લગ્નમાં અનેક સેલિબ્રિટી આવે તેવી શક્યા છે. રિપોર્ટસ અનુસાર, લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે, આ લગ્નને બહુ જ સિક્રેટ રાખવાનો પ્રયાસ કરાયો છે. અત્યાર સુધી વેડિંગ વેન્યૂ પાસેથી માત્ર એક જ ફોટો સામે આવ્યો છે. સૂત્રોની માનીએ તો, સલમાન ખાન (salman khan), શાહરૂખ ખાન, શ્રદ્ધા કપૂર, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ (Alia bhatt), રણબીર કપૂર, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપશે. પરંતુ કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે જેઓને વરુણ ધવન અને નતાશા દલાલે લગ્ન (Varun Weds Natasha) માં આમંત્રણ આપ્યું નથી. આ સ્ટાર્સના નામ જાણીને તમને જોરદાર ઝાટકો લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news