પદ્માવત બાદ ઐયારી વિવાદમાં, રક્ષા મંત્રાલયે કેટલાક સીન સામે ઉઠાવ્યો વાંધો

ફોજ પર આધારિત આ ફિલ્મ આગામી 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. પરંતુ હવે આ ફિલ્મને લઇને રક્ષા મંત્રાલયે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો છે અને કેટલાક સીન બદલવા પણ કહ્યું છે. 

 

પદ્માવત બાદ ઐયારી વિવાદમાં, રક્ષા મંત્રાલયે કેટલાક સીન સામે ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી : પદ્માવત ફિલ્મના વિરોધ બાદ હવે વધુ એક ફિલ્મ વિવાદમાં મુકાઇ છે. આગામી 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થનાર નીરજ પાંડે નિર્દેશીત ફિલ્મ ઐયારી હવે ચર્ચામાં આવી છે. ફૌજ પર આધારિત આ ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઇને રક્ષા મંત્રાલયે વાંધો ઉઠાવ્યો છે અને કેટલાક સીન દુર કરવા માટે સુચન કરાયાનું સામે આવી રહ્યું છે. 

સિધ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપાઇ અભિનીત ફિલ્મ ઐયારી મુસીબતોમાં ફસાતી હોય એવી સ્થિતિ સર્જાઇ છે. ફોજ આધારિત આ ફિલ્મમાં કેટલાક સીન વાંધાજનક હોવાને લઇને રક્ષા મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવ્યો છે અને શનિવારે આ ફિલ્મ જોયા બાદ કેટલાર સીન હટાવી દેવા માટે સુચન કર્યું છે. જેને લઇને આ ફિલ્મની રિલીઝને લઇને અટકળો ઉઠી રહી છે. રિલીઝ આડે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ફિલ્મ રિલીઝ થઇ શકશે કે કેમ ચર્ચાનો વિષય બની છે. અહીં નોંધનિય છે કે, આ ફિલ્મ સેના પર આધારિત છે. સસ્પેન્સ અને થ્રિલર કહી શકાય એવી આ ફિલ્મમાં એકાએક નવો મોડ આવ્યો છે. 

અહીં નોંધનિય થે કે, આ ફિલ્મ 9 ફિલ્મે રિલીઝ થવા જઇ રહી છે. પરંતુ રિલીઝ પૂર્વે ઐયારીની ટીમને સ્ટોરીમાં કેટલાક ફેરફાર કરવાનું કહેવાયું છે. એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર રક્ષા મંત્રાલયે શનિવારે આ ફિલ્મ નિહાળી હતી અને આ ફિલ્મને લઇને કેટલાક વાંધા ઉઠાવ્યા છે. તેમજ આ સીન બદલવા પણ માંગ કરી છે. જોકે મંત્રાલય આ દ્રશ્યોને લઇને અત્યાર કોઇ ફોડ પાડવામાં નથી આવ્યો, ઐયારી એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે જેમાં કેટલાક એવા મોડ આવે છે જે જોઇને દર્શકો પણ દંગ રહી જશે. 

આ ફ્લિમની વાર્તા બે ફોજી અધિકારીઓની આસપાસ ઘૂમે છે. બંને અધિકારીઓના વિચાર ભિન્ન છે પરંતુ બંનેનું માનવું છે કે તે પોતાની જગ્યાએ યોગ્ય અને સાચા છે. ફિલ્મમાં સિધ્ધાર્થ મનોજ બાજપાઇના શિષ્યનું પાત્ર ભજવી રહ્યો ચે. નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે એમની પાસે માત્ર બે જ દિવસ બચ્યા છે. હવે જોવાનું રહે છે કે આગામી 9મીએ રજૂ થનાર અક્ષયકુમારની પેડમેન ફિલ્મ સાથે આ ફિલ્મ રિલીઝ થાય છે કે કેમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news