વઢવાણ: લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ફુલેકા વખતે રિવોલ્વરથી મિસ ફાયરિંગ થતા યુવકનું મોત
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રામપરા ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ફુલેકા દરમિયાન પોતાની જ રિવોલ્વરથી ફાયરિંગ કરવા જતા મિસ ફાયર થઈ ગયું જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું.
Trending Photos
વઢવાણ: સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રામપરા ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ફુલેકા દરમિયાન પોતાની જ રિવોલ્વરથી ફાયરિંગ કરવા જતા મિસ ફાયર થઈ ગયું જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ રામપરા ગામે ગત રાતે લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગમાં ફુલેકા દરમિયાન રિવોલ્વરથી ફાયરિંગ કરવા જતા મિસ ફાયર થયું અને તેમાં હિતેશ જીવરાજભાઈ વઢેલ નામના યુવકનું મોત નિપજ્યું.
મૃતક હિતેશની લાશને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઈ જવાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે