હાર્દિક પટેલે જાહેરમાં સની લિયોની મામલે આપ્યું મોટું નિવેદન
ઇન્દોરમાં જાહેર સભામાં પાટીદાર નેતા બોલ્યો બોલિવૂડ એક્ટ્રેસ વિશે
Trending Photos
ઇન્દોર : પાટીદાર નેતા હાર્દિક પટેલે રવિવારે ઇન્દોર ખાતે યોજાયેલી એક જાહેરસભામાં પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોની મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ભૂતકાળની પોર્ન સ્ટારની ઇમેજથી જ આજે પણ સનીની મુલવણી કરીશું તો દેશની વિચારવાની માનસિકતામાં ક્યારેય બદલાવ નહીં આવે. હાર્દિકે સભામાં જાહેરમાં સવાલ કર્યો હતો કે ''આપણે સનીને ફિલ્મના પડદે તેના આજની પરિસ્થિતિ પ્રમાણે કેમ ન જોઈ શકીએ? તેને જુની ઇમેજની નજરે જ કેમ જોવી જોઈએ? આપણે નરગિસ, શ્રીદેવી અને માધુરીને જે નજરે જોઈએ છીએ એ રીતે જ સનીને કેમ ન જોઈ શકીએ?''
હાર્દિક પટેલે આ નિવેદન આપીને જણાવ્યું હતું કે વસ્તુ કે વ્યક્તિને મુલવવાનો જુનો જડ દૃષ્ટિકોણ જ્યાં સુધી નહીં છોડીએ ત્યાં સુધી દેશની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે. નોંધનીય છે કે હાલમાં બિટકોઇન મામલામાં થયેલા ભારે કૌભાંડની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં રાજ કુંદ્રાને ઇડી દ્વારા સમન મોકલવામાં આવ્યા છે. આ મામલામાં રાજ કુંદ્રા તેમજ બીજા અનેક બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ થઈ શકે છે. હવે આ મામલામાં સની લિયોનીનું નામ પણ સામે આવ્યું છે
હાર્દિકે પોતાના વક્તવ્યમાં બીજેપી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીમાં ફરીવાર પીએમ બનશે તો એ પછી ક્યારે દેશની અંદર ચૂંટણી નહીં થાય. તેણે કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણી બાદ રાજ્યપાલનું બીજેપીને સરકાર બનાવવા માટે આપવામાં આવેલું આમંત્રણ બંધારણને ખતમ કરવાની તૈયારીના પગલા સમાન હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે