હોળીની પાર્ટી બાદ અચાનક શું થયું? જાણો પળભરમાં કઈ રીતે જતો રહ્યો સતીશ કૌશિકનો જીવ

Satish Kaushik: ગત મોડી સાંજે સતીશ કૌશિકનો મૃતદેહ મુંબઈ પહોંચ્યો હતો. તે પહેલા તેમના ઘરે તેમના તમામ ચાહકોનો ધસારો હતો. અભિનેતાના અંતિમ સંસ્કાર વર્સોવાના સ્મશાન ભૂમિમાં રાત્રે લગભગ 8:30 વાગ્યે કરવામાં આવ્યા હતા, જેમાં અનુપમ ખેર ખૂબ જ રડવા લાગ્યા હતા.

હોળીની પાર્ટી બાદ અચાનક શું થયું? જાણો પળભરમાં કઈ રીતે જતો રહ્યો સતીશ કૌશિકનો જીવ

Satish Kaushik Death: તેરેનામ ફિલ્મના ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન થઈ ચુક્યું છે. બોલીવુડમાં આ સમાચારો વાયુવેગે પ્રસરી ગયા છે. પણ શું તમે જાણો છોકે, આ ઘટના કઈ રીતે બની. આ ઘટના પાછળ અનેક બાબતો જવાબદાર હોઈ શકે છે. લોકોને ખડખડાટ હસાવનાર કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યાં. ઉલ્લેખનીય છેકે, જાવેદ અખ્તર અને શબાના આઝમીએ મુંબઈમાં એક પાર્ટી રાખી હતી, જેમાં સતીશ કૌશિક પણ સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી પોસ્ટ પણ આ પાર્ટી સાથે સંબંધિત હતી.

 

— Sudarsan Pattnaik (@sudarsansand) March 9, 2023

 

આ હોળી પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સતીશ એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. પાર્ટી પતાવીને સતીશ પોતાના પરિવારના સભ્યો સાથે હોળી રમવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હી પહોંચ્યા પછી, તેમણે એક બિઝનેસમેનના ઘરે આયોજિત હોળી પાર્ટીમાં હાજરી આપી અને બિજવાસનના ફાર્મહાઉસમાં રાત રોકાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 11:30 વાગ્યે તેમની તબિયત બગડવા લાગી હતી. સતીશનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે અભિનેતાને હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

સતીશ કૌશિકે અનેકે ફિલ્મોમાં કોમેડી કરીને દર્શકોને મનોરંજન પુરુ પાડ્યું છે. મિસ્ટર ઈન્ડિયા ફિલ્મનું તેમનું પાત્ર કેલેન્ડર સૌ કોઈને યાદ છે. તે પાત્ર એક યાદગાર બની ગયું છે. જે આજે પણ લાખો ચાહકોના દિલોમાં અંકિત થયેલું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news