દુનિયાની સૌથી હોટ અને ફેમસ સિંગરને બાથરૂમમાં કોણે કર્યું પ્રપોઝ? જાણો પછી શું થયું

હોલીવુડની જાણીતી ગાયીકા જેનિફર લોપેઝને હાલમાં જ બોયફ્રેન્ડ બેન એફ્લેકની સાથે સગાઈ કરી છે. ત્યારે એક કાર્યક્રમમાં તેણે જણાવ્યું કે તેને બોયફ્રેન્ડે પ્રપોઝ કર્યું ત્યારે તે બાથરૂમમાં હતી. 52 વર્ષની હોલિવૂડની જાણીતી સિંગર જેનિફર લોપેઝ હંમેશા પોતાના પ્રેમ પ્રકરણને લઈને ચર્ચામાં રહે છે.

દુનિયાની સૌથી હોટ અને ફેમસ સિંગરને બાથરૂમમાં કોણે કર્યું પ્રપોઝ? જાણો પછી શું થયું

નવી દિલ્લીઃ હોલીવુડની જાણીતી ગાયીકા જેનિફર લોપેઝ હાલમાં જ બોયફ્રેન્ડ બેન એફ્લેકની સાથે સગાઈ કરી છે. ત્યારે એક કાર્યક્રમમાં તેણે જણાવ્યું કે તેને બોયફ્રેન્ડે પ્રપોઝ કર્યું ત્યારે તે બાથરૂમમાં હતી. 52 વર્ષની હોલિવૂડની જાણીતી સિંગર જેનિફર લોપેઝ હંમેશા પોતાના પ્રેમ પ્રકરણને લઈને ચર્ચામાં રહે છે. જો કે થોડા સમય પહેલાં જ તેણે પોતાના બોયફ્રેન્ડ બેન એફ્લેક સાથે સગાઈ કરી લીધી છે. પરંતુ હવે પોતાના પ્રેમ પ્રકરણ અંગે જેનિફર લોપેઝ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો.

આગવા અંદાજમાં કર્યું પ્રપોઝ-
મળતી માહિતી મુજબ રાત્રે જેનિફર પોતાની પસંદગીની જગ્યા બબલ  બાથમાં હતી. ત્યારે જ તેના બોયફ્રેન્ડે ઢીંચણ પર બેસીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે આ પ્રપોઝલથી જેનિફરની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને વાતાવરણ રોમાન્ટીક બની ગયું હતું. સાથે એફ્લેકની સાદગી પર જેનિફર મોહી ગઈ હતી.

20 વર્ષ પછી ફરી થયો મિલાપ-
આ સંબંધોથી લોપેજ પણ ખુબ જ ખુશ હતી. તેણે કહ્યું કે હું તેની આંખોમાં હસવાની સાથે આંખમાં આસુ સાથે જોતા હતો. મને આ દ્રશ્યોથી ખુબ જ ખુશી મળી રહી હતી.20 વર્ષ અગાઉ દ્રશ્યો ફરી આંખની સામે આવી ગયા હતા. આ બધુ જોઈને હું આશ્ચર્યમાં હતી. તેમ છતા એફ્લેકનો ધીમથી અવાજ આવ્યો કે તારો શું જવાબ છે. લોપેજ કહ્યું મારી હા છે. સંપૂર્ણ પણે હા છે. એટલી વધારે ખુશી થતી હતી કે આંખમાંથી આંસુ રોકાતા નહોંતા. આ સૌથી રોમાન્ટીક પળ હતી જેની મે ક્યારે કલ્પના નહોંતી કરી. 

લોપેજે કર્યા મોટા ખુલાસા-
અમે બંને ખુબ જ ભાગ્યશાળી છીએ કે અમને પ્યાર કરવા માટે બીજો મોકો મળ્યો. લોપેજે પોતાની પોસ્ટમાં કહ્યું આ બધુ આશ્ચર્ય ચકીત કરનારુ હતું. અનાચક મારો પ્રેમ મારી સામે આવીને પોતાની દિલની વાત કરે છે. એવી વાતો કરી કે ક્યારે ભૂલી શકાય તેમ નથી. તેણે એક ખુબ સુંદર વીંટી કાઢી અને કહ્યું કે તું મારી સાથે લગન કરીશ. આ  વાક્ય સૌથી મન ગમતું લાગ્યું.

20 વર્ષ પહેલાં પણ પડી હતી પ્રેમમાં-
તમે જાણીને નવાઈ લાગશે કે આ જોડાએ 20 વર્ષ પહેલાં પણ સગાઈ કરી હતી. પરંતુ મનભેદના કારણે બંને લગ્ન કરી શક્યા નહોંતા. પંરતુ 20 વર્ષ બાદ ફરી એકવાર બંને સગાઈના બંધનમાં બંધાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ વખતે બંને લગની કરી શકશે. જો કે સગાઈને લઈને હાલમાં ખુબ જ ચર્ચાઓ થઈ હતી. પરંતુ જેનિફરે ખુદ મોટા ખુલાસા કરી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news