કોંગ્રેસ પ્રભારીએ હાર્દિક પટેલને શીખવાડ્યા શિસ્તના પાઠ, જાહેરમાં કહી દીધું કે...

કોંગ્રેસ પ્રભારીએ હાર્દિક પટેલને શીખવાડ્યા શિસ્તના પાઠ, જાહેરમાં કહી દીધું કે...
  • હાર્દિક પટેલના પક્ષ વિરોધી નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા
  • કહ્યું- શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું છે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ
  • હાર્દિક પટેલે ગઈકાલે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા નરેશ પટેલનું થાય છે અપમાન... 

ગૌરવ પટેલ/અમદાવાદ :હાર્દિક પટેલના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને કહ્યુ કે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ. શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું હતું? દરેક પાર્ટી અને વ્યક્તિની સમસ્યા હોય જ છે. 

નોંધનીય છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે હાર્દિકે પટેલે પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. એક નિવેદનમાં ગઈકાલે હાર્દિકે કહ્યું હતું કે, કોંગ્રેસના હાઈકમાન્ડે જલદી નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસના કહેવાતા નેતાઓ નરેશ પટેલની ડિમાન્ડની વાત કરે છે, પણ નરેશભાઈએ પાર્ટી પાસે કોઈ ડિમાન્ડ નથી મૂકી, તેવું હાર્દિક કહ્યું હતું અને હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, જો યોગ્ય નિર્ણય લેવો હોયતો જલદી લો એટલે નરેશભાઈનું વારંવાર થતું અપમાન બંધ થવું જોઈએ. હવે આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને શીખામણ આપી છે.

હાર્દિકના નિવેદન પર રઘુ શર્માની પ્રતિક્રીયા
હાર્દિકના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જો શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. અનુસાસનમાં તમામ લોકોએ રહેવું ખૂબ જરૂરી છે.

તો બીજી તરફ, ઇન્દ્રનીલ રાજ્યગુરૂના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ કે, ઈન્દ્રનીલને જ્યાં જોઈએ ત્યાં ધારાસભાની ટિકિટ આપી હતી. તેમના ટેકેદારોને પણ મનગમતા હોદ્દાઓ આપ્યા હતા. અગાઉ નારાજગી સમયે પ્રભારીની મધ્યસ્થી બાદ માંગે એ ઓર્ડર અપાયા હતા. પ્રદેશ નેતૃત્વ ના કારણે કોઈ પક્ષ ના છોડે એની જવાબદારી અમારી છે. પરંતુ જે લોકોએ પહેલાથી જ નક્કી કર્યું હોય એમને અમે રોકી શકતા નથી. ઈન્દ્રનીલને આપવામાં કોંગ્રેસે શું બાકી રાખ્યું હતું? ઈંદ્રનીલને કોંગ્રેસે ઉપપ્રમુખ, ભાવનગર લોકસભાના પ્રભારી અને ધારાસભાની ટિકિટ આપી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રીયા
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુને જ્યાં જોઈએ ત્યાં ધારાસભ્ય પદની ટિકિટ આપી હતી. કોંગ્રેસ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને ઉપપ્રમુખ, લોકસભાના પ્રભારી, ધારાસભ્યની ટિકિટ આપી હતી. સાથે જ તેમના ટેકેદારોને કોંગ્રેસે મનગમતા હોદ્દા આપ્યા હતા. અગાઉ જ્યારે તેઓ નારાજ થયા ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રભારીની મધ્યસ્થી સમયે ઓર્ડર માગ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, પ્રદેશના નેતૃત્વની જવાબદારી અમારી છે, પરંતુ જે લોકોએ પહેલાથી નક્કી કર્યુ તેમને અમે રોકી શકતા નથી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news