કેવા ઘરમાં રહે છે સલમાન, શાહરૂખ અને અમિતાભ, જુઓ Bollywood Celebs ના આલીશાન ઘરના PHOTOS

બોલીવુડના સિતારાઓ મુંબઈમાં કરોડોના ઘરમાં રહેતા હોય છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન સહિત અનેક કલાકારોના ઘર ખુબ જ રસપ્રદ છે જેની વાત આજના આર્ટિકલમાં કરીશું.

કેવા ઘરમાં રહે છે સલમાન, શાહરૂખ અને અમિતાભ, જુઓ Bollywood Celebs ના આલીશાન ઘરના PHOTOS

હાર્દિક મોદી, અમદાવાદઃ બોલીવુડના ચમક્તા સીતારાઓને ફિલ્મી પડદા પર જોઈને સૌ કોઈને એક વાતનો મનમાં આવતી જ હશે. કે આ સેલેબ્સની લાઈફસ્ટાઈલ કેવી હશે? તેમનું ઘર કેવુ હશે. તેમની પાસે કેટલી ગાડીઓ હશે? આવા અનેક સવાલ સૌ કોઈને થતા હોય છે. ત્યારે આજે ZEE 24 કલાક તમને જણાવશે કે બોલીવુડની કઈ સેલેબ્રિટી મુંબઈમાં કયા વિસ્તારમાં રહે છે. તેમનું ઘર કેવુ છે અને તેઓની લાઈફસ્ટાઈલ કેવી છે. મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈને શાહ રૂખ ખાનથી લઈ બોલીવુડના તમામ સિતારાઓની વાત આજે આપણે કરીશું.

શાહરૂખ ખાન
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો બંગલો મન્નત જગવિખ્યાત છે. મુંબઈના બાન્દ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં શાહરુખ ખાન પોતાન પરિવાર સાથે રહે છે. મન્નતની હાલની કિંમત અંદાજે 200 કરોડથી પણ વધુ છે. મન્નતની અંદર સ્વિમિંગ પુલ, લાઈબ્રેરી, જીમ, મીની થિએટર જેવી તમામ સુવિધાઓથી સજ્જ છે. એટલુ જ નહીં પણ બેઝમન્ટ પાર્કિંગની પણ સુવિધા છે. શાહરૂખ ખાન પોતાના ઘર અંગે ખુબ જ ઈમોશનલ છે. એક ઈન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું હતું કે મારી પાસેથી મારી મિલકત, ગાડી, બધુ જ લઈ લેજો પણ મારુ ઘર નહીં.

અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈમાં બે આલીશાન બંગલા છે. જલસા અને પ્રતીક્ષા. અમિતાભ બચ્ચન પૂરા પરિવાર સાથે જુહુ સ્થિત જલસામાં રહે છે. મહત્વનું છે અમિતાભ બચ્ચન દર રવિવારે સાંજે 4 વાગ્યે પોતાના ફેન્સને મળવા માટે જલસા બંગલોની બહાર આવે છે અને અભિવાદન ઝીલે છે. અમિતાભ બચ્ચનના ઘરમાં સૌથી વધારે જે વસ્તુ છે, તે છે ઘડિયાળ, સમયની પાબંદી માટે જગ્યા-જગ્યાએ ઘડિયાળો લગાવી છે. 

સલમાન ખાન
બોલીવુડના દબંગ સલમાન ખાન મુંબઈના બાન્દ્રામાં પોતાના પરિવાર સાથે ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. સલમાન પોતાના પરિવાર સાથે 40 વર્ષથી અહીં રહે છે. મહત્વની વાત એ છે કે સલમાન ખાનના ઘરમાં એટલી જ જગ્યા છે જેટલી જગ્યામાં જરૂરી કામ પૂરુ થાય છે. આ સિવાય સલમાન ખાન પાસે પનવેલમાં ફાર્મહાઉસ પણ છે જ્યાં તેઓએ લોકડાઉન સમયે લાંબો સમય વિતાવ્યો છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન કરીના કપૂર સાથે બાંદ્રા સ્થિત ફોર્ચ્યૂન હાઈટ્સમાં રહે છે...આ સિવાય પણ સૈફ અલી ખાન પાસે ઈબ્રાહિમ કોઠી અને ભોપાલમાં પણ અનેક પ્રોપર્ટી છે.

અક્ષયકુમાર
બોલીવુડનો ખીલાડી અક્ષય કુમારનો બંગલો જુહૂ બીચના કિનારા પર છે. અક્ષય કુમારના ઘરમાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. અક્ષય પત્ની ટ્વીંકલ અને બાળકો સાથે અહીં રહે છે. મહત્વની વાત એ છે કે અક્ષય કુમાર પોતાના સંઘર્ષવાળા દિવસોમાં આજ બંગલાની બહાર ફોટો શૂટ કરાવી હતી પરંતુ તે વખતે ત્યાના ચોકીદારે તેને કાઢી મુક્યો હતો. વર્ષો પછી અક્ષય કુમારે એજ ઘર ખરીદ્યુ.

સંજય દત્ત
સંજય દત્ત મુંબઈના પાલી હિલ્સ સ્થિત ઈંપીરિયલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવાર સાથે રહે છે.. સંજય દત્તના ઘરનું ઈન્ટિરિયર પણ ખુબ જ રસપ્રદ છે. સંજય દત્તના અનેક વખત પરિવાર સાથે ખુશીની પળો માણતા હોવાના દ્રશ્યો વાયરલ થયા છે.

ફરહાન અખ્તર
ફરહાન અખ્તરનું ઘર વિપસ્સના બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પાસે જ આવેલું છે. વર્ષ 2009માં ફરહાન અખ્તરે 35 કરોડના ખર્ચે ફરહાન અખ્તરે ઘર ખરીદ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news