Katrina Kaif Birthday: સફળતાનું બીજું નામ એટલે Katrina Kaif, જાણો હિન્દી શીખવાથી લઈને હિન્દુસ્તાની વહૂ સુધીની સફર

Katrina Kaif Birthday: કેટરીના કૈફ આ વર્ષે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરીના કૈફનો જન્મ 1983માં હોંગકોંગમાં થયો હતો. કેટરિના કૈફ ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. ટીનેજર તરીકે મોડલિંગ શરૂ કરનાર કેટરીનાએ આજે ​​ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી છે.

Katrina Kaif Birthday: સફળતાનું બીજું નામ એટલે Katrina Kaif, જાણો હિન્દી શીખવાથી લઈને હિન્દુસ્તાની વહૂ સુધીની સફર

Katrina Kaif Birthday: કેટરિના કૈફ 16 જુલાઈ શનિવારના રોજ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવશે. કેટરીના કૈફનો આ વર્ષે 39મો જન્મદિવસ છે. આ બર્થ-ડે સેલિબ્રેશનને ખાસ બનાવવા માટે તેના પતિ વિકી કૌશલે ઘણું પ્લાનિંગ કર્યું છે. હા, કેટરીના કૈફ પોતાનો જન્મદિવસ માલદીવમાં સેલિબ્રેટ કરશે. આ હોટ બોલિવૂડ કપલ મુંબઈ એરપોર્ટ પર એક સાથે જોવા મળ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ સેલિબ્રેશનમાં કેટરિનાનો સાળો સની કૌશલ પણ તેની ગર્લફ્રેન્ડ શર્વરી વાળા સાથે હશે. કેટરિના કૈફનું બર્થ ડે સેલિબ્રેશન આ વખતે મોજ મસ્તીથી ભરપૂર રહેવાનું છે. 

એરપોર્ટ પરથી જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં કેટરિના અને વિકી સિક્યોરિટી ચેકિંગ દરમિયાન હાથોમાં હાથ નાંખીને ફરતા જોવા મળી રહ્યા છે. જોકે, પાપારાઝીને જોઈને બંનેએ હાય-હેલો પણ કહ્યું અને પછી આગળ વધ્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ છેલ્લે અક્ષય કુમાર સાથે 'સૂર્યવંશી'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે 'ફોન ભૂત'માં જોવા મળશે. આ સિવાય તેની વિજય સેતુપતિ સાથે 'મેરી ક્રિસમસ' અને સલમાન ખાન સાથે 'ટાઈગર 3' પણ છે.

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

કેટરીના કૈફ આ વર્ષે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરીના કૈફનો જન્મ 1983માં હોંગકોંગમાં થયો હતો. કેટરિના કૈફ ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. ટીનેજર તરીકે મોડલિંગ શરૂ કરનાર કેટરીનાએ આજે ​​ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી છે.

બોલિવૂડમાં પોતાની જાતને એક સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત કરવી હોય કે પછી વિકી કૌશલ સાથે લગ્ન કરવાની હોય કે પછી પોતાને ભારતીય પુત્રવધૂ તરીકે સાબિત કરવાની હોય, કેટરીનાએ દરેક બાબતમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કેટરીનાએ ડિસેમ્બર 2021માં બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. ઘણા લોકો માટે તેને સ્વીકારવું થોડું મુશ્કેલ હતું કારણ કે લોકો માટે કેટરીનાને દેશી વહુ તરીકે સ્વીકારવી તે ખૂબ જ અલગ હતું. કારણ એ હતું કે કેટરિના ભારતીય નહોતી. પરંતુ કેટરીનાએ બધાને મુંહતોડ જવાબ આપ્યો. કેટરીનાએ દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે અપનાવી છે, પછી તે તેની હિન્દી વિશે વાત કરે કે હિન્દુસ્તાની સંસ્કૃતિને સમજવાની.

14 વર્ષની ઉંમરે મોડલિંગથી કરી શરૂઆત
આજે 39 વર્ષની કેટરીનાએ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. લંડન ફેશન વીકમાં કેટવોકથી લઈને અનેક એવોર્ડ માટે નોમિનેટ થયેલી કેટરીનાને આજે તેણે ઓળખની કોઈ મોહતાજ નથી. કેટરિનાએ જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે વર્ષ 2003 હતું. તેની પ્રથમ ફિલ્મ બૂમ હતી. જો કે, આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી પરંતુ દરેકના મનમાં એક એવી અભિનેત્રીની છાપ છોડી ગઈ જે ભવિષ્યમાં કોઈને કોઈ ઈતિહાસ રચવા જઈ રહી હતી.

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

કેટરિનાને ખરેખર સલમાન ખાન સાથેની ફિલ્મ મૈંને પ્યાર ક્યૂ કિયાથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેના ડાન્સ અને સુંદરતાના ખૂબ વખાણ થયા હતા. પછી શું? કેટરીનાની સફળતાની સીડીઓ એટલી વધી ગઈ કે તે આજ સુધી અટકવાનું નામ નથી લેતી. ફિલ્મો દરમિયાન કેટરિનાને તેના હિન્દી ડિક્શન માટે ખૂબ ટોણા મારવામાં આવતા હતા. આ માટે તેણે હિન્દી પર ઘણી મહેનત કર અને આજે બધાના મોં બંધ કરી દીધા.

લોકોને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે કેટરીનાએ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા. એક પંજાબી છોકરા માટે વિદેશી છોકરીને અપનાવું થોડું મુશ્કેલ લાગતું હતું પરંતુ કેટરીનાએ અહીં પણ પોતાની રીતે જવાબ આપ્યો અને પોતાના નવા પરિવર્તનથી બધાને ચોંકાવી દીધા.

કેટરિનાના આ પરિવર્તન પર એક નજર કરીએ જે બધા માટે પ્રેરણારૂપ છે.

વિકી કૌશલ એક ફેમિલી મેન છે. તે તેની માતા, પિતા અને ભાઈ સાથે મુંબઈમાં રહે છે. વિકી ભારતીય છે એટલે સ્વાભાવિક છે કે આખો પરિવાર ભારતીય પરંપરાઓનો શોખીન છે. પરંતુ વિકીના પરિવારમાં એક એવી વ્યક્તિ જોડાઈ હતી જેણે ક્યારેય ભારત, હિન્દુસ્તાની સંસ્કૃતિને નજીકથી જોઈ નથી. પરંતુ કેટરીના કૈફે કરી દેખાડ્યું કે તે ભારતીય વહુ બનવામાં કોઈ કસર છોડી રહી નથી.

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીના કૈફના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. હિન્દુસ્તાની પહેરવેશ, હિન્દુસ્તાની પરંપરાની સાથે લગ્નગ્રંથિમાં જોડાયા બાદ એક ભારતીય નારીનો વેશ પણ ધારણ કર્યો, માત્ર ફિલ્મોમાં જ નહીં, અસલ જિંદગીમાં પણ એ કહેવું મુસ્કેલ હતું કે તે વિદેશી છે. પરંતુ આ તસવીરો કેટરીનાની સાદગી અને સત્યતાનો પુરાવો છે, એક વાર તેના ભવિષ્યના ફોટા ચોક્કસ જુઓ. કેટરિનાનો જન્મ ભલે વિદેશમાં થયો હોય, પરંતુ તેની સાડી અને દેશી ડ્રેસે તેને સંપૂર્ણ દેશી બનાવી દીધી છે. જો તમે કેટરિનાની સાડીઓમાંથી થોડી પ્રેરણા લેવા માંગતા હોવ તો ચોક્કસથી આ તસવીરો પર એક નજર નાખો.

કેટરીના કૈફ વિશે રસપ્રદ વાતો 
- કેટરીના કૈફે બોલિવુડમાં પહેલી ફિલ્મ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'બૂમ'માં કામ કર્યું હતુ. 
- પણ તે પહેલા ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની ફિલ્મ 'સાયા'માં તેને તક મળી હતી, 
- હિન્દી ન આવડવાના કારણે તે ફિલ્મ નહોતી કરી શકી.
- કેટરીના કૈફે મદુરાઈમાં સ્કૂલ બનાવવા માટે પૈસા ભેગા કરવા 2010માં સંગીતકાર એ.આર. રહેમાન સાથે મળીને એક આલબમ પણ રિલીઝ કર્યો હતો.
- કેટરીના કૈફ અત્યારસુધીમાં બોલિવુડમાં 21 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, જેમાંથી 6 ફિલ્મો અક્ષય કુમાર સાથે કરી છે અને કેટરીના કૈફે હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
- કેટરીના કૈફના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરના છે.
- કેટરીના કેફને અત્યારસુધી 23 એવોર્ડ મળી ચૂક્યા છે.
- કેટરીના કૈફને પેઈન્ટિંગ બનાવવાનો અને ચેસ રમવાનો જબરો શોખ છે.
- કેટરીના કૈફને અંધારાથી બીક લાગે છે અને જમવામાં વિદેશી વાનગીઓ જ પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news